શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:08 IST)

સરકારથી થાય તે કરી લે આઝાદી કૂચ કરીને રહીશું - જિજ્ઞેશ મેવાણી

ગુજરાતમાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે ઉનાકાંડની વરસીએ બુધવારે મહેસાણામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આઝાદીકૂચ નિકળી હતી. આ કૂચને પાટીદાર આંદોલન સમિતિનું પણ સમર્થન મળ્યું હતું. રેલીમાં જય ભીમ, જય સરદારના નારાથી સોમનાથ ચોક ગૂંજી ઉઠ્યો હતો. રેલીમાં ઉમેટેલી જનમેદનીને સંબોધતા મંચના પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે ગુજરાત મોડેલનો શિકાર બનેલા પાટીદારો, ખેડૂતો, મજૂરો ઓબીસી વગેરેના હિતમાં આ રેલી યોજાઈ છે. જેથી હવે સરકાર જે થાય તે કરી લે આ કૂચ યોજાશે. 

મેવાણીએ વધુમાં કહ્યું કે, આઝાદી કૂચ પહેલાની મીણબત્તી અમરનાથ યાત્રા પીડીતો માટે છે અને મહેસાણામાં કસ્ટડીમાં કેતન પટેલની હત્યા કરી તે પીડિત પરિવાર માટે પણ છે.  સુરેન્દ્રનગર, થાનગઢમાં દલિત પર અત્યાચાર, મધ્યપ્રદેશમાં ખેડૂતો પર ગોળીબાર સહિત પીડિત, વંચિતના હિતમાં ઉનાકાંડની વરસીએ ખોખલા વિકાસ મોડલ સામે બાંયો ચઢાવવાની આઝાદી કૂચ છે. જમીન કાગળ પર વહેંચાઇ છે તે ભૂમિહિનોને અપાવવાની કૂચ છે. સરકાર બે કરોડને રોજગારી, 50 લાખ મકાનોના વચનોમાં નિષ્ફળ ગઇ છે.તે ઉપરાંત દિલ્હીથી આવેલા જેએનયુના કનૈયાકુમારે દેશની આઝાદી માટે નહીં, દેશમાં આઝાદી માગવા માટેની કૂચ કહી

મોદી સરકાર, સંઘ અને ભાજપ પર પ્રહારો કર્યા હતા. રીટા બહુગુણા કોગ્રેસમાં ભષ્ટ્રાચારી હતા ભાજપમાં આવતા સદાચારી બની ગયા. જીએસટી વિરોધમાં સુરતમાં સંઘર્ષ કરતા પાટીદારો પર પોલીસ લાઠીઓ વરસાવી છે. નોટબંધીથી આતંકવાદ, ભ્રષ્ટાચાર અટક્યો નથી. સંઘ પરિવાર, બીજેપીથી સૌથી વધુ ખતરો હિન્દુને છે. દેશમાં સ્થિતિ માણસ કરતા જાનવરની કિંમત વધુ છે. પોલીસ મંજૂરી વિના નીકળેલી આઝાદી કૂચમાં બુધવારે બપોરે જોડાયેલા દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી, કનૈયાકુમારની સાથે 5 પંજાબ, 2 બંગાળના આગેવાનો સહિત 34 વ્યક્તિઓની ફતેપુરા સર્કલ પાસેથી પોલીસે અટકાયત કરી પોલીસ હેડ ક્વાર્ટર લઇ ગયા હતા.

જોકે, તમામ વિરુદ્ધ કઇ કલમ અંતર્ગત કાર્યવાહી કરવી તે સંબંધે રેન્જ આઇજી, જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ વચ્ચે મડાગાંઠ બાદ આખરે 16 આગેવાનો વિરુદ્ધ કલમ 143 અંતર્ગત એ ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બાદમાં તમામને નોટિસ આપી મુક્ત કરાયા હતા.