રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2023 (11:33 IST)

ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ મોટો ફેરફાર, હવે હોસ્ટેલમાં રહેવુ મરજિયાત, વિદ્યાર્થી ઘરે બેસીને પણ આપી શકશે પરીક્ષા

gujarat vidyapeeth
ગાંધીજીના સમયથી ચાલતી ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ ફરી એક મોટો ફરેફાર થવા જઈ રહ્યો છે. વિદ્યાપીઠના નિયમ મુજબ જે વિદ્યાર્થી કેમ્પસમાં ભણે છે તેમને કેમ્પસમાં જ રહેવાનું હોય છે. પરંતુ હવે આગામી શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપવામાં આવશે. હોસ્ટેલમાં રહેવા માટે ફરજીયાતમાંથી મરજિયાતનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સાદરા અને રાંધેજાથી જે વિદ્યાર્થીઓ ભણવા આવશે તેમના માટે પણ હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવશે. નવા વિદ્યાર્થીઓને રહેવા માટે નવો વિકલ્પ મળશે. નવી જમીન ઉપર વિદ્યાપીઠનું કેમ્પસ ઉભું કરવામાં આવશે.
 
વિદ્યાર્થીઓ માટે પણ એક મોટો નિર્ણય લેવાયો
ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાક સમયમાં અનેક બદલાવ આવ્યા છે. ગુજરાત વિદ્યાપીઠમાં રહીને ભણતા વિદ્યાર્થીઓ માટે તથા આગામી સત્રમાં નવા એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે પણ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ ભણવું હશે તો ફરજિયાત વિદ્યાપીઠના કેમ્પસમાં રહેવું નહીં પડે. વિદ્યાર્થીઓ ઈચ્છે તો જ વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહીને ભણી શકશે અને વિદ્યાર્થીઓ પોતાના ઘરે કે અન્ય જગ્યાએ રહીને વિદ્યાપીઠમાં ભણવા ઈચ્છતા હોય તો તે ભણી શકશે.
 
2007માં વિદ્યાપીઠમાં ફરજિયાત જ રહેવાનો નિર્ણય
2007 અગાઉ વિદ્યાપીઠમાં સ્વૈચ્છિક રહેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 2007માં સ્વૈચ્છિકનો નિર્ણય બદલીને વિદ્યાર્થીઓને ફરજિયાત વિદ્યાપીઠમાં જ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારે હવે આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી ફરીથી ફરજિયાતની જગ્યાએ સ્વૈચ્છિક રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.