સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 મે 2023 (15:36 IST)

Isudanની મુશ્કેલીઓ વધતાં આમ આદમી પાર્ટીની કમાન ફરીવાર ગોપાલ ઈટાલિયાના હાથમાં

gopal italiya
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં અનેક કટોકટીનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને રાજ્યમાં પરત આવવા આદેશ કર્યો છે. એક મહત્વપૂર્ણ જાહેરાતમાં પાર્ટીએ આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી તરીકે ગોપાલ ઇટાલિયાની નિમણૂંક કરી છે.

રાજ્યની અનેક નગરપાલિકાઓની સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. આવા સંજોગોમાં પાર્ટી સંગઠનથી માહિતગાર ગોપાલ ઇટાલિયાને ફરી ગુજરાત મોરચે ઉતારવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીએ ઇસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ગોપાલ ઇટાલિયાને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવ્યા હતા. ગુજરાત સરકારમાં અગાઉ કોન્સ્ટેબલ અને ક્લાર્ક તરીકે કામ કરી ચૂકેલા યુવા ગોપાલ ઈટાલિયાને પાર્ટી દ્વારા એવા સમયે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે પાર્ટી રાજ્યમાં એક જ સમયે અનેક પડકારોનો સામનો કરી રહી છે. સુરતમાં આઠ કાઉન્સિલરોએ પાર્ટી છોડી દીધી છે. ત્યાં પાર્ટી પાસે માત્ર 15 કાઉન્સિલર બચ્યા છે. જેમાં રાજેશ મોરડિયાને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે તેમ માની લઈએ તો કુલ કાઉન્સિલરોની સંખ્યા 14 રહી જાય છે. પાર્ટીને ત્યાં વિપક્ષમાં રહેવા માટે 12 કાઉન્સિલરોની જરૂર છે. બીજું મોટું સંકટ વિદ્યાર્થી નેતા અને યુવરાજસિંહ જાડેજાનું છે. યુવરાજ પર ડમી કેસમાં વસૂલીનો આરોપ છે અને હાલમાં તે જેલમાં બંધ છે.