મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2023 (13:00 IST)

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ 'મોદી હટાઓ, દેશ બચાવો'ના બેનરો લગાવ્યા

modi hatavo desh bachavo
આમ આદમી પાર્ટી દ્વારા આજે ભારતીય જનતા પાર્ટી અને મોદી વિરુદ્ધના બેનરો લગાવી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં 11 ભાષાઓમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'ના લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા 'મોદી હટાઓ, દેશ બચાવો'ના પોસ્ટરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે.

મોડી રાત્રે નોબલનગર, સરદારનગર, વટવા, મણિનગર ઇતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા હતા.આમ આદમી પાર્ટીના સુત્રોના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી વિરુદ્ધ આજે 30 માર્ચે આમ આદમી પાર્ટી દ્વારા દેશભરની 11 ભાષાઓમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'ના પોસ્ટર જારી કરી વિરોધ નોંધાવામાં આવનાર છે. જેના ભાગરૂપે ગુજરાતમાં અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં પણ બેનરો લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. મોડી રાત્રે અમદાવાદના મણિનગર, વટવા, સરદારનગર, નોબલનગર, ઇન્દિરાબ્રિજ સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સર્કલ ઉપર રોડ ઉપર આવા બેનરો લગાવવામાં આવ્યા છે.