ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2023 (17:50 IST)

વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાએ ગેસનો બાટલો ખભે મૂક્યો

congress oppose gas price hike
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન મોંઘવારીનો પ્રશ્ન ગાજ્યો છે. વિધાનસભામાં અગાઉ નકલી PSI અને બટાકા ડુંગળીના ભાવ મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.  જ્યારે આજે વિધાનસભાની કામગીરીના પ્રારંભ પુર્વે કોંગ્રેસના ધારાસભ્યોએ મોંઘવારી, ગેસના ,તેલના વધતા જતા ભાવોને લઈને દેખાવો કર્યા હતા.
 
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ગેસનો સિલિન્ડરને ખભે લઈને સંકુલ બહાર ફર્યા હતા. ધારાસભ્યોએ બેનરો દેખાડીને સુત્રોચ્ચાર કર્યો હતો. દરમિયાન વિધાનસભા સંકુલની બહાર ઊભેલી પોલીસે તમામ કોંગ્રેસના આગેવાનોને ઘેરી લીધા હતા. કોંગ્રેસના સભ્યોને કાર્ડ  અને સિલિન્ડર સાથે પ્રવેશ આપ્યો ન હતો. ભાજપ તારો કે એવો ખેલ, સસ્તો દારૂને મોંઘુ તેલ આ સૂત્રોચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.
 
વધતી જતી મોંઘવારી અને ગેસ સિલિન્ડરના ભાવને લઈને વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે. તેમણે કે સિલિન્ડર ખભા ઉપર રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુપીએની સરકારમાં ગેસ સિલિન્ડરના ભાવ ઓછા હતા જ્યારે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ ઓછા હોવા છતાં ભારતીય જનતા પાર્ટી મોંઘવારીનો માર લોકો ઉપર નાખી રહી છે.
 
લોકસભાની ચૂંટણી વખતે 100 દિવસમાં મોંઘવારી નાખવાની વચન આપવામા આવેલુ પણ તે ભૂલી ગયા છે. તેવો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા સત્તા પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પહેલા પેપરકાંડ પછી પીએસઆઈ કૌભાંડ અને હવે મોઘવારીને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કરી આક્ષેપો કર્યા હતા.