ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 27 માર્ચ 2023 (14:52 IST)

અમદાવાદમાં RTEના બાળકો-વાલીઓએ સ્વામિનારાયણ સ્કૂલ બંધ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો

news in gujarati
વાલીઓએ આજે વિરોધ કરતા સ્કૂલથી લઈને વસ્ત્રાપુર DEO કચેરી સુધી રેલી કાઢી હતી
 
અમદાવાદના નિર્ણયનગરમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ બંધ કરવાનો નિર્ણયને લઈને સ્કૂલમાં RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ આજે વિરોધ કરતા સ્કૂલથી લઈને વસ્ત્રાપુર DEO કચેરી સુધી રેલી કાઢી હતી.સ્વામિનારાયણ સ્કૂલથી વસ્ત્રાપુર DEO કચેરી સુધી 80થી વધુ બાળકો અને વાલીઓએ હાથમાં બેનર સાથે વિરોધ કર્યો હતો.
 
સ્કૂલ બંધ થવાની વાલીઓને અચાનક જાણ કરાઈ
આ અંગે સ્કૂલ દ્વારા જણાવ્યું હતું કે, સ્કૂલ હાલ જર્જરિત હાલતમાં છે, જેથી અમે બંધ કરી રહ્યા છીએ. સ્ટ્રક્ચર એન્જિનયરના રિપોર્ટ અનુસાર સ્કૂલનું બિલ્ડિંગ ભયજનક સ્થિતિમાં છે. અગાઉના વર્ષોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ બંધ કરવામાં આવ્યો છે, હવે ક્રમશ પ્રાથમિક વિભાગ પણ બંધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે એક વાલીએ મીડિયાને જણાવ્યું હતું કે, સ્કૂલ બંધ થવાની અમને અચાનક જાણ કરવામાં આવી છે, હવે અમે અમારા બાળકને ક્યાં ભણાવીશું તે સવાલ છે. જેથી અમે રેલી કાઢી સ્કૂલેથી બાળકો સાથે DEO કચેરી આવ્યા છીએ.
 
એક પણ બાળક એડમિશન વિના નહીં રહે
આ અંગે અમદાવાદ શહેરના DEOએ મીડિયાને જણાવ્યું હતું કે, એક પણ બાળક એડમિશન વિના નહીં રહે. સ્કૂલ બંધ થશે તો બાળકના રહેણાંકના 6 કિમીના વિસ્તારમાં આવતી ખાનગી સ્કૂલમાં બાળકને એડમિશન આપવામાં આવશે. સ્કૂલ દ્વારા વિભાગ બંધ કરવાની અરજી મોડી કરી છે, જેથી અમે અરજી બાબતે તપાસ કરી રહ્યા છીએ અને તે માટે સુનવણી પણ કરવામાં આવશે