સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2023 (14:33 IST)

મોરબી : કૂવો ખોદતી વખતે ભેખડો ધસી પડતા 3 શ્રમિજીવીઓનાં મૃત્યુ

મોરબીના વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કૂવો ખોદવાની કામગીરી કરી રહેલા ત્રણ શ્રમિકોનાં એકાએક ભેખડો ધસી પડવાથી મૃત્યુ થયાં હતાં.
 
ગઈકાલે સાંજે આ દુર્ઘટના બની હતી. ત્રણેય મૃતકો પણ કોટડાનાયાણી ગામના જ રહેવાસી હોવાનું પ્રાથમિક ધોરણે બહાર આવ્યું છે.
 
ગામમાં એક વ્યક્તિની વાડીમાં કૂવો ખોદવામાં આવી રહ્યો હતો, ત્યારે એકાએક ઉપરથી ભેખડો ધસી પડી હતી અને તેમાં 44 વર્ષીય શ્રમિક મનસુખભાઈ સોલંકી અને 45 વર્ષીય નાગજીભાઈ સીતાપરાના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે ત્રીજા શ્રમિક વિનુભાઈ ગોરીયાને રાજકોટ સારવાર માટે લઈ જવાયા પણ ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.
 
જે વ્યક્તિની વાડીમાં કૂવો ખોદાઈ રહ્યો હતો એ વ્યક્તિને પણ સામાન્ય ઈજા થઈ છે. આ ઘટના વિશે વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોના પોસ્ટમૉર્ટમની કામગીરી શરૂ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે.