ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો, પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે FIR નોંધાઈ
એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર નોંધી
ઈસુદાન વિરુદ્ધ ખોટી માહિતી પોસ્ટ કરી નાગરિકોને ઉશ્કેરવાનો આરોપ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. સુરતમાં ઘણા કોર્પોરેટરો ભાજપમાં જોડાયા બાદ હવે મોટા સમાચાર મળી રહ્યા છે કે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે એફઆઈઆર નોંધાઈ છે. એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર નોંધી છે.
નાગરિકોને મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે ગેરમાર્ગે દોરવાનો ફરિયાદ
નાગરિકોને મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે ગેરમાર્ગે દોરવાનો ફરિયાદમાં આરોપ છે. ઈસુદાને મન કી બાતના એક કાર્યક્રમમાં 8 કરોડ 3 લાખ ખર્ચ થતો હોવાનું ટ્વિટ કર્યુ હતું. ઈસુદાન વિરુદ્ધ ખોટી માહિતી પોસ્ટ કરી નાગરિકોને ઉશ્કેરવાનો આરોપ છે. બે દિવસ અગાઉ કરેલા આ ટ્વિટને ગઈકાલે ઈસુદાન ગઢવીના ટ્વિટર હેન્ડલ પરથી હટાવાયું છે.