સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (12:26 IST)

લ્યો બોલો ભાજપ સરકારના મંત્રીઓ હવે કામે વળગશે, પ્રજા વચ્ચે જઈ યોજનાઓનો પ્રચાર કરશે

ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલે ચાર્જ સાંભળતાની સાથે કડક વલણ અખત્યાર શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે રાજ્યના મંત્રીઓને કાર્યકરો અને પ્રજા સાથે સીધો સંપર્ક સાધવાની ફોર્મ્યુલા બનાવી હતી. પરિણામે મંત્રીઓ ભાજપ કાર્યાલયમાં બેસવા લાગ્યા હતા. આજ રીતે કેન્દ્ર અને ગુજરાત સરકારના નિર્ણયો, યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા 'વિકેન્ડ' માં મંત્રીઓનો પ્રવાસ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી આવતીકાલથી મંત્રીઓ સહિત બોર્ડ નિગમના પદાધિકારીઓ ખેડૂતલક્ષી પગલાંઓનો પ્રચાર કરવા પ્રવાસે જશે. ફિલ્ડમાં જઈને સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરો, નવી જાહેર કરાયેલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પ્રચાર પ્રસાર કરવા માટે મંત્રીઓ અને બોર્ડ નિગમનાં ચેરમેનોને જણાવાયું છે. ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી તમામ મંત્રીઓ જિલ્લાઓમાં જઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કરશે પ્રચાર કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તમામ મંત્રીઓ અને બોર્ડ નિગમના ચેરમેનને સુચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આગમન બાદ હવે મંત્રીમંડળને પણ ગાંધીનગર બહાર ફીલ્ડમાં ઉતારવા જાહેર કરેલા ઈરાદાનો અમલ શરુ થઈ ગયો છે અને આવતીકાલથી ત્રણ દિવસ માટે મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના 19 સભ્યો તથા બોર્ડ નિગમના ચેરમેન સહિત 30 સરકારી પદાધિકારીઓ ‘સાત પગલા ખેડુત ભણી’ બેનર સાથે રાજ્યભરમાં તેમને ફાળવવામાં આવેલા જીલ્લાઓનો પ્રવાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સહાય યોજનાથી લઈને રાજ્ય સરકારે જે ખેડૂતલક્ષી પગલાઓ હાથમાં લીધા છે તેની માહિતી આપશે. મંત્રીઓ તથા બોર્ડ નિગમના અધ્યક્ષ તા.28થી30 શુક્રથી રવિવાર સુધી તેમને ફાળવવામાં આવેલા જીલ્લામાં જશે. મુખ્યત્વે તેમના મતક્ષેત્ર અથવા જ્યાં તેઓ પ્રભારી છે તે જીલ્લામાં જશે અને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપશે તથા તેમના પ્રશ્ર્નો પણ જાણશે જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં કેમ્પ કરશે તો રાજકોટ જીલ્લામાં કેબીનેટમંત્રી જયેશ રાદડીયાને જવાબદારી સોપાઈ છે. બોર્ડ નિગમના અધ્યક્ષ રાજકોટના ધનસુખ ભંડેરી, જામનગર ઉપરાંત જયાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યાં જશે.