રવિવાર, 14 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (15:48 IST)

BREAKING NEWS: ઉમેશ મકવાણા ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડશે, AAPની જાહેરાત

BREAKING NEWS: Umesh Makwana to contest Lok Sabha elections from Bhavnagar, AAP announces
BREAKING NEWS: Umesh Makwana to contest Lok Sabha elections from Bhavnagar, AAP announces
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ચૂંટણી માટે 26 જિલ્લામાં કાર્યાલયો તૈયાર કરી દેવાયા છે. તે ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને ભાજપમા જોડીને એક પછી એક રણનીતિ પર ભાજપ આગળ વધી રહ્યો છે. 

બીજી બાજુ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.