1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Corona Gujarat update 16 April

કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ: રાજ્યમાં કોરોના નવા 8920 કેસ, 94ના મોત

કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. ગુરૂવારેવારે કોરોનાના કેસ 8152 નોધાયા હતા. જ્યારે આજે તમામ રેકોર્ડ તોડતાં કોવિડ 19ના 8920 કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
 
અત્યાર સુધીમાં 87,11,085 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,02,796 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,00,13,881 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 49,737  એક્ટિવ દર્દી છે, જે પૈકી 283 લોકો વેન્ટિલેટર પર છે અને 49,454 લોકો સ્ટેબલ છે. 3,29,781 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 5170 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 94 લોકોનાં દુખદ નિધન થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 25, સુરત કોર્પોરેશન 24, રાજકોટ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 8, જામનગર કોર્પોરેશન 2, રાજકોટ 5, મોરબી 4, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, જામનગર 2, સાબરકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 1, મહીસાગર 1, મહેસાણા 1, પંચમહાલ 1, વડોદરા 1, વલસાડ 1 એમ આ સાથે કુલ 94 લોકોનાં મોત નિપજ્યાં છે.
ये भी पढ़ें
LIVE IPL 2021 PBKS vs CSK: પંજાબ વિરુદ્ધ ચેન્નઈએ જીત્યો ટોસ, પહેલા બોલિંગનો લીધો નિર્ણય