રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (16:54 IST)

ઓગષ્ટના અંતમાં અમદાવાદની ક્લબો થશે શરૂ, આટલા વર્ષથી ઉંમરના વ્યક્તિઓને પ્રવેશ નહીં

કોરોની મહામારી વકરતાં કલબોને ય બંધ કરી દેવાઇ હતી. લોકડાઉન બાદ હજુય અમદાવાદ શહેરની કલબો બંધ છે.જોકે,ચાલુ માસ ઓગષ્ટના અંત સુધીમાં કલબો શરૂ થઇ જાય તેવી શક્યતા છે. કલબના સંચાલકો અને રાજ્ય સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. કોરોનાની ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે કલબો શરૂ કરવા આયોજન કરાયુ છે. હવે કલબમાં મેમ્બર માત્ર 75 મિનિટનો સમય વ્યતિત કરી શકશે. આ ઉપરાંત કલબમાં જીમમાં જવુ હોય તો પણ એડવાન્સ બુકિંગ કરાવવુ પડશે. લોકડાઉન બાદ કલબો હજુય બંધ અવસૃથામાં પડી છે.અનલોક-3 જાહેર કરાયાં બાદ હજુય રાજ્ય સરકારે મલ્ટીપ્લેકસ સહિત અન્ય ને મંજૂરી આપી નથી.હવે કલબ સંચાલકોએ રાજ્ય સરકાર સાથે વાટાઘાટો  શરૂ કર્યો છે. સરકારની લીલીઝંડી મળ્યા બાદ અમદાવાદમાં કલબો શરૂ થાય તેવી શક્યતા છે. રાજપથ કલબના સેક્રેટરી મિશાલ પટેલનુ કહેવુ છેકે,કલબમાં ફુડકોર્ટમાં માત્ર 30 ટકા મેમ્બર સોશિયલ ડિસટન્સ સાથે બેસી શકે તેવી વ્યવસૃથા કરવામાં આવી છે. આ ઉપરાંત ટેબલટેનિસ,વોલીબોલ જેવી ગેમ્સમાં મર્યાદિત મેમ્બરને પ્રવેશ અપાશે. જીમમાં જવુ હોય તો મેમ્બરે કયા સમયમાં આવવુ છે તે અંગે એડવાન્સ બુકિંગ કરાવવાનુ રહેશે. જીમમાં  ય  દર કલાકના સમયગાળામાં માત્ર 30  ટકા મેમ્બરને એન્ટ્રી અપાશે. દર કલાકે જીમને સેનેટાઇઝ કરાશે. 400 મિટરના જોગીગ ટ્રેક પર માત્ર 100થી ઓછા લોકોને પ્રવેશ અપાશે. ટૂંકમાં પ્રત્યેક મેમ્બર કલબમાં માત્ર 70-75 મિનિટ સુધી જ રોકાઇ શકશે. 65 વર્ષથી વધુ વય હોય,10થી વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ અપાશે નહીં.આ ઉપરાંત ગેસ્ટ મેમ્બરને પ્રવેશ અપાશે નહીં. કર્ણાવતી કલબના વાઇસ પ્રેસિડેન્ટ નિમેશ પટેલે જણાવ્યું કે, આગામી 24મી ઓગષ્ટથી કર્ણાવતી કલબ શરૂ કરવા નક્કી કરાયુ છે. જોકે, કલબમાં સ્વિમીંગ પુલમાં કોઇને એન્ટ્રી નથી. જીમમાં ય એસી બંધ રખાશે. નક્કી સમય મુજબ જ મેમ્બરને જીમમાં પ્રવેશ અપાશે.આ ઉપરાંત આખીય કલબમાં સ્ટાફને કોરોનાનું સંક્રમણ તો નથી તે જોવા માટે એક કર્મચારીની નિમણૂંક કરાઇ છે. થર્મલ સ્કેનરની તપાસ બાદ મેમ્બરને કલબમાં પ્રવેશ અપાશે. માસ્ક પહેરવુ ફરજિયાત છે. આમ,શહેરની કલબો શરૂ  કરવા આયોજન અને  તૈયારીઓ થઇ રહી છે.