બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 2 મે 2022 (12:16 IST)

તાલાલામાં વહેલી સવારે ધરા ધ્રૂજી, અનુભવાયો ભૂકંપનો આંચકો

earthquake
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ત્યારે આજે તાલાલા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે વહેલી સવારે 6:58 મિનિટે તાલાલાની ધરામાં ધ્રુજારી થઈ હતી. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર 4.0 રિક્ટર સ્કેલ પર ભૂકંપ નોંધાયો છે. ભૂકંપના આંચકાથી ભરઊંઘમાં રહેલા લોકો અચાનક જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. 
 
ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા સામાન્ય છે. ત્યારે વધુ એકવાર તલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે તાલાલામાં 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલાથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતં. તાલાલાનાં ધાવા ગીર સહિતના ગામોની અંદર ભૂકંપની સૌથી વધારે અસર અનુભવાઇ છે. તલાલાની સાથે જૂનાગઢના દેવળિયામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.  સવારે 6.55 વાગ્યા આસપાસ આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, નુકસાન થયું હોવાના હજુ સુધી કોઈ સમાચાર નથી.