ફેનીલ એ તેના મિત્ર સાથે ગ્રીષ્માની હત્યા કરવા પહેલા છેલ્લી વાતચીત કરી
હું તેને પતાવીને દવા પી લઈશ'! ગ્રીષ્માને મારવાની ફેનિલે વાત કરી
ફેનીલ એ તેના મિત્ર સાથે ગ્રીષ્માની હત્યા કરવા પહેલા છેલ્લી વાતચીત કરી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે એવું કહેવું છે કે ગ્રીષ્માના કાકા, ફુવા તેમણે અન્ય પરિવારના લોકો તેના ઉપર સતત હુમલો કરવા માટેનો પ્રયાસ કરતા હતા. એક વખત તેને મારવા માટે તેને ઘરે પણ આવ્યા હતા. ગ્રીષ્મા પરિવારજનો દ્વારા કેટલાક માણસોને મોકલીને તેને મારવા માટે વારંવાર પ્રયાસો કરતા હોવાનો તે ટેલિફોનિક વાતચીતમાં કહી રહ્યો છે. તે તેના મિત્રને ફોન ઉપર સ્પષ્ટ કહે છે કે હું હવે ગ્રીષ્માને મારી નાખીશ અને પોતે પણ મરી જઈશ.
ફેનીલ જ્યારે તેના મિત્ર સાથે વાત કરે છે ત્યારે તે પોતાના મિત્રને ગ્રીષ્મા મારવા જવા માટેની વાત સ્પષ્ટ રીતે કરતો હોય છે કારણ કે તેના પરિવારના લોકો તેને હેરાન કરી રહ્યા છે અને ગ્રીષ્માએ તેની આઈડીનો ખોટો ઉપયોગ કર્યો હોવાની વાત કરી રહ્યો છે. તેના મિત્રએ તેને પૂછ્યું કે તું કેવી રીતે મારવા જઈશ ત્યારે તેણે કહ્યું કે હું તેને ઘરે જઈને મારી નાખીશ.