રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (09:45 IST)

ઘોઘાના માછીમારોને લોટરી લાગી, કિંમતી માછલી જાળમાં ફસાતા રાતોરાત બની ગયા લખપતિ

કહેવાય છે કે ભગવાનના દેર છે અંધેર નહી. ક્યારે કઇ ઘડીએ કોનું નસીબ ચમકી ઉઠે કોને ખબર. કોણ ક્યારે રંકમાંથી રાજા બની જાય તે તો નસીબ પર આધારિત છે. આવું જ કંઇક ઘોઘાના માછીમારોની સાથે થયું છે. દરિયામાં માછીમારી દરમિયાન ઝાળમાં દુર્લભ માછલીઓનું ઝુંડ ફસાયું હતું, જેની કિંમત 11 લાખ કરતા વધુ થાય છે. માછીમારી કરીને ગુજરાતન ચલાવતા માછીમારોએ સપનામાં પણ વિચાર્યું નહી હોય કે અચાનક આમ તેમનું નસીબ બદલાઇ જશે અને તેઓ અચાનક રાતોરાત લખપતિ બની જશે. 
 
સામાન્ય દિવસની જેમ ગત ગુરુવારે રાતે ઘોઘાના માછીમારો બોટ લઈને ભરુચ પાસેના કાવી કંબોઈ પાસેના દરિયામાં માછલી પકડવા ગયા ત્યારે તેમની જાળીમાં એક સાથે કુંટ માછલીનું આખું ઝુંડ ફસાયું હતું, ત્યારબાદ માછીમારો પોતાની બોટલમાં આ માછલીઓ લઈને ઘોઘા બંદર આવ્યા હતા. જ્યાં ગણતરી કરતાં 232 માછલીઓ હતી અને તેનુ વજન 2477 કિલો થયું હતું. વેરાવળના એક વેપારીએ 232 માછલીઓની ખરીદી કરી હતી.
 
આ માછલીનો એક કિલોનો ભાવ 480 રૂપિયા છે અને તેથી તેના 11,88, 980 રૂપિયા થયા હતા. મા માછલીઓને બાદમાં વાહન મારફતે વેરાવળ મોકલવામાં આવી હતી. ઘોઘાના આ માછીમારોને આટલી મોટી માત્રામાં કુંટ માછલીઓ મળી હોવાની વાત બધી જગ્યાએ ફેલાઈ ગઈ હતી. તેથી મોટી સંખ્યામાં લોકો તેને જાેવા માટે ઉમટ્યા હતા. 
 
આ કુંટ માછલીઓના અંગોના ઔષધીય ગુણોના કારણે પૂર્વ એશિયામાં તેની કિંમત ઘણી વઘારે હોય છે. કુંટ માછલી સામાન્ય રીતે સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયા, હોંગકોંગ અને જાપાનમાં નિકાસ કરવામાં આવે છે. કુંટ માછલીની ચામડી અને ફેફસાનો ઉપયોગ દવાઓ સિવાય કોસ્મેટિક પ્રોડક્ટ્‌સ બનાવવામાં પણ થાય છે.