મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 ઑક્ટોબર 2022 (10:57 IST)

આવતીકાલથી કેન્દ્રીય ચૂંટણીપંચ 4 દિવસ ગુજરાતમાં, અધિકારીઓ સાથે કરશે બેઠક

gujarat election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ સુધી જાહેર નથી કરી. કારણ કે તેની પાછળના અનેક સંભવિત કારણો જવાબદાર છે. ત્યારે ચૂંટણીની તારીખો દિવાળી બાદ જાહેર થાય તેવી શક્યતા રહેલી છે. એવામાં કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવતીકાલથી 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે.કેન્દ્રીય ડેપ્યુટી ઈલેક્શન કમિશનર પણ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢની મુલાકાત લેશે. આ સાથે ડે. ઈલેક્શન કમિશનર ચૂંટણીલક્ષી મહત્વની બેઠકો પણ યોજશે. જેમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી તેઓ જરૂરી વિગતો મેળવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણીપંચને મીડિયા કર્મીઑ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા રાજીવ કુમારે જવાબ આપ્યો હતો કે વાતાવરણને લઈને હિમાચલ પ્રદેશની ચૂંટણી વહેલી જાહેર કરવામાં આવી છે. લોકોને પરેશાની ન થાય તે હેતુથી ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની ચૂંટણીની જાહેરાત અત્યારે કરવામાં આવી નથી જેથી દિવાળી બાદ એટલે કે હજુ પણ 15-20 દિવસ પછી જાહેર થશે તેવી શક્યતાઓ છે.

ગુજરાત પહેલા હિમાચલની ચૂંટણીઓ જાહેર કરવા સંદર્ભે કમિશને કુદરતી પરિબળોને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણી વહેલાં યોજવાનો તર્ક રજૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, ગુજરાત અને હિમાચલની ચૂંટણી એક સાથે કેમ ન યોજાઇ શકે કારણ કે શિયાળાની ઋતુ અને આબોહવાને કારણે હિમાચલની ચૂંટણી સમયસર કરવી જરૂરી છે. સામે પક્ષે તહેવારોની સીઝનને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે અને મહત્વનું છે કે હિમાચલ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવા વચ્ચે 40 દિવસનો તફાવત છે એટલે કે બંને ચૂંટણી વચ્ચે અવકાશ રાખવા અને તૈયારીઓ કરવા પૂરતો સમય છે તેથી ગુજરાતની ચૂંટણી પાછળથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સાથે ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી વ્યવસ્થાની વાત પણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ઓકટોબર મહિનામાં લોકતંત્રનું પર્વ પણ આવી રહ્યું છે. ચૂંટણી જાહેરાત થતાં જ ગુજરાત અને હિમાચલ પ્રદેશની બોર્ડરને સીલ કરી દેવામાં આવશે તથા કેશ-ડ્રગ્સ જેવી હેરફેર પર કડક વોચ રાખવામાં આવશે. એરપોર્ટ પર ખાસ નજર રાખવામાં આવશે, તમામ એજન્સીઓને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે કે કેશની સાથે સાથે ગુડ્સ પર પણ નજર રાખવામાં આવે તેવી સૂચનઆ આપી દીધી હોવાની પણ માહિતી આપી હતી. કોરોનાને ધ્યાને લેતા ચૂંટણીમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાને ધ્યાને રાખીને આપવામાં આવેલ તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવશે.