ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 જૂન 2019 (11:55 IST)

સંજોગોના આધારે હવે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેટલાક સંજોગોના આધારે હવે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે. આ સિવાય અન્ય કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે ગાંધીનગર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં હવેથી કેટલાક સંજોગોના આધારે હવે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે. એટલે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી વતનમાંથી પરીક્ષા આપી શકશે. પરીક્ષા કેન્દ્રનું વાતાવરણ યોગ્ય નહી હોય તો નજીકના અન્ય પરીક્ષા કેન્દ્ર પરથી વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. સામાન્ય સભામાં અન્ય મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી, જેની અંતે નિર્ણય લેવાયો કે માન્યતા વગરની શાળાઓના દુષણ પર રોક લગાવવા બોર્ડ દ્વારા શાળાઓને નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. એસએસસીના પરિણામ પહેલા કેટલીક નોન ગ્રાન્ટેડ શાળાઓ પ્રવેશ પરીક્ષા લઇ વિદ્યાર્થીઓને ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશ આપતી હોય છે આવી પ્રવૃત્તિ ઉપર રોક લગાડવામાં આવશે. એસએસસીના પરિણામ બાદ જ આગળના ધોરણમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાય એવી નીતિ અપનાવવા વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.