એસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સના નેજા હેઠળ અમદાવાદની 30 કરતાં પણ વધુ વગદાર ખાનગી સ્કૂલોના સંચાલકોએ ભેગા થઈ નવા કાયદાના નિયમો બને તે પહેલાં જ વાલીઓ પાસેથી જૂની અને ઊંચી ફી વસૂલી લેવાનો કારસો રચ્યો છે. આ સંગઠનના વડાએ તો એવી પણ શેખી મારી હતી કે, આ વર્ષે નવા કાયદાનો અમલ નહીં જ થાય. તથા વાલીઓએ અત્યારે તો જૂની ઊંચી ફી ભરી જ દેવી પડશે. આ જ સંદર્ભમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે ખાસ વાતચીત થઈ તો તેમણે આ વર્ષે કાયદાનો અમલ નહીં થાય તેવા સંચાલકોના દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો. તેમણે કહ્યું કે, વિધાનસભામાં આવતા વર્ષે કાયદાનો અમલ કરાવવા બિલ પસાર નથી થયું. અમલ તો આ જ વર્ષે થશે. વળી, જે શાળાઓએ અત્યારે ઊંચી ફી ઉઘરાવી લીધી છે અને તેમને ત્યાં જો ફી નીચી રાખવાનું નિયમન સમિતિ નક્કી કરશે તો વધારાની ફી તેમણે વાલીઓને બીજા સત્રની ફી પેટે મજરે આપવા સિવાય કોઈ છૂટકો નહીં રહે.બેફામ ફી-વધારો અટકાવી રાજ્ય સરકારે સંવેદનશીલતાનો અનુભવ કરાવ્યો છે. વારંવાર થતા ફી વધારા સામે સરકાર મૂક પ્રેક્ષક ન રહી શકે.- @BhupendraSinh1 pic.twitter.com/Oz1tdppV44
— BJP Gujarat (@BJP4Gujarat) April 1, 2017