રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જુલાઈ 2017 (16:05 IST)

ગુજરાતમાં મચ્છુ-2 ડેમ તૂટ્યાની અફવાથી અફડાતફડીનો માહોલ, સરકારની સ્પષ્ટતાઃ મચ્છુ-2 ડેમ સંપૂર્ણ સલામત,

મોરબી પંછકમાં આજે મચ્છુ-2 ડેમ તૂટ્યાના સમાચાર વાયુ વેગેર પ્રસરી જતા શહેરમાં રીતસરનો અફડાતફડીનો માહોલ સર્જાઇ ગયો હતો. આ અફવાના લીધે શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોમાં દોડધામ મચી હતી જે શહેરના મુખ્યમાર્ગો સુધી પોતાના વાહનો કે પગપાળા જવા લાગ્યા હતા. મોરબીનો ડેમ તૂટ્યો નથી પરંતુ પાણીની આવકના લીધે ચોક્કસ દરવાજા રાબેતા મુજબ ખુલ્લા મૂકાયા છે.

પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં લેવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. દરેક નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની જાહેર અપીલ કરાઈ છે. વાંકાનેર પંથકમાં છેલ્લા 9 દિવસથી ક્યારેક ભારે તો ક્યારેક ધીમી ધારે સતત વરસાદ ચાલુ જ છે અને ત્રણ દિવસ પહેલા મચ્છુ-1 ડેમમાં 7 ફૂટના ઓવેફ્લોને પગલે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવી સલામત સ્થળે ખસેડ્યા હતા.


આ સ્થિતિ ત્રણ દિવસ બાદ હજુ માંડ થાળે પાડી હતી ત્યાજ સોમવારની સવાર થી જસદણ તરફનો કોઈ ડેમ તૂટવાની અફવાએ જોર પકડ્યું હતું. અને તે પણ એટલા વાયુ વેગે પ્રસરી હતી કે લોકોમાં રીતસરનો ભયનો માહોલ છવાયો હતો અને નીચાણ વિસ્તારવાળા લોકોએ ફરી જગ્યા છોડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.