ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (16:49 IST)

સુરત રેલવે સ્ટેશનની કામગીરી માટે મળ્યો ભીમ એપ્લિકેશનથી એવોર્ડ

કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ રવિવારે સુરત રેલવે સ્ટેશને વિવિધ પ્રોજેક્ટના ઉદઘાટન માટે પધારવાના છે. જે અગાઉ સુરત રેલવે સ્ટશને આજે રેલવે મેનેજર જે. સી. અગ્રવાલ આવી પહોંચ્યા હતાં. અચાનક મેનેજર આવતા રેલવે સ્ટેશન તંત્રના અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સુરત રેલવે સ્ટેશનની કામગીરીથી સંતુષ્ટ થયેલા રેલવે મેનેજરે 8 હજાર રૂપિયાનો એવોર્ડ ભીમ એપ્લિકેશનથી આપી કેશલેસનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. રેલવેના જનરલ મેનેજર દ્વારા રેલવે સ્ટેશનના પાર્કિંગ, રિઝેર્વેશન કાઉન્ટરની તથા પ્લેટફોર્મની પણ મુલાકાત લીધી હતી. નાનાં બાળકો સાથે મુસાફરી કરતા મુસાફરો માટે એક રૂમ નું લોકાર્પણ કર્યું હતું જેમાં નાના બાળકોને સૂવા માટે ધોડીયા તથા રમકડા પણ મુકવામાં આવ્યાં હતાં.પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર જે. સી. અગ્રવાલે સુરત સ્ટેશનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યુ હતું. જેથી રેલવે તંત્ર દોડતું થયું હતું. રેલવે મેનેજરને મળવા માટે ભાજપના મહિલા ધારાસભ્ય ઝંખનાબેન પટેલે સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતાં અને વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતાં.