મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (11:09 IST)

ગુજરાતના જાણિતા ઉમિયા માતા મંદિરને બે ભક્તોએ દાન કરી 253 વીધા જમીન

ગુજરાતના મહેસાણા જિલ્લામાં ઉમિયા માતા માટે એક ઐતિહાસિક દાન મળી છે. અલગ-અલગ જગ્યાઓ પર મળેલી દાનની કુલ જમીન 253 વીઘા છે. મંદિરને શોભાસણ, ટેંચાવા, પિપલાદર અને વીજાપુર નજીક આ જમીન મળી છે.  
 
ઉમિયા માતાના મંદિરે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે કડવા પાટીદાર સમાજના પ્રમુખ જે એસ પટેલ અને તેમના ભાગીદાર અરવિંદભાઇ પટેલ બંનેએ મળીને 253 વીઘા જમીનને દાન કરી છે. 
 
મંદીરના કર્મીઓએ પ્રેસનોટમાં જણાવ્યું હતું કે એક જ પરિવાર અથવા ગ્રુપ તરફથી મળેલું આ સૌથી મોટું દાન છે. હવે મંદિર સંસ્થા આ જમીન ઉપયોગ કયા પ્રકારે કરશે તેના માટે પછી નિર્ણય લેશે. મંદિરની કારોબારી મીટિંગમાં જમીનના દાન માતે જે એસ પટેલનું સન્માન કરવામાં આવ્યું છે. પોતાના અંગત કારણોથી અરવિંદ પટેલ મીટિંગમાં આવી શક્યા ન હતા. મંદિર સંસ્થાના તમામ કર્મીઓએ જમીનના દાન માટે પટેલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે અને માતા ઉમિયા તેમની મનોકામના પૂર્ણ કરે એવી આશા વ્યક્ત કરી છે.