રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (14:51 IST)

દેશી કોરોના વેક્સીનનો અંતિમ ટ્રાયલ આગામી મહિનાથી, ફેબ્રુઆરી સુધી આવી શકે છે Covaxin

દેશી કોરોના રસી Covaxinના અંતિમ ગાળાની ટ્રાયલ આવતા મહિને શરૂ થઈ શકે છે. ભારત બાયોટેકને ડ્રગ રેગ્યુલેટરથી ફેઝ 3 ની ટ્રાયલની અનુમતિ મળી ગઈ છે. મંગળવારેDCGIના  નિષ્ણાત સમિતિની બેઠક મળી. આમાં રસીના છેલ્લા ટ્રાયલની મંજૂરી આપવામાં આવી હતી. DCGIએ પ્રોટોકોલમાં થોડો ફેરફાર કર્યો છે. ભારતમાં વેક્સીનના ટ્રાયલમાં 25 હજારથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. તેમને 28 દિવસના અંતરે વેક્સીનના બે ડોઝ આપવામાં આવશે. શરૂઆતની ટ્રાયલમાં રસીના પરિણામોએ આશાઓ જગાડી છે. . કોવાક્સિન એ પ્રથમ સ્વદેશી કોરોના વાયરસ રસી છે. તે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના સહયોગથી બનાવવામાં આવી છે.
 
ટ્રાયલ પ્રોટોકોલમાં શુ થયો છે ફેરફાર  ? 
 
5 ઓક્ટોબરે કમિટીની એક બેઠક મળી હતી. તેમાં, કંપનીને તબક્કો -3 ટ્રાયલ પ્રોટોકોલ ફરીથી સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. સમિતિનું માનવું હતું કે તબક્કો -3 અભ્યાસની ડિઝાઇન સંતોષકારક છે. પરંતુ તબક્કો -2 સલામતી અને ઇમ્યુનોજેનિસિટી ડેટામાંથી યોગ્ય ડોઝ નક્કી કર્યા પછી તે શરૂ થવું જોઈએ. સમિતિએ પહેલા તે ડેટાની માંગ કરી હતી.
 
ક્યા ક્યા થઈ શકે છે ટ્રાયલ ? ક્યારે આવશે વેક્સીન ? 
 
ભારત બાયોટેકનો પ્લાન છે કે Covaxin ની છેલ્લી અંતિમ ટ્રાયલ દિલ્હી ઉપરાંત  ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને આસામમાં કરવામાં આવે એવી શક્યતા છે.  કંપની ફેબ્રુઆરી સુધીમાં ફાઈનલ ટ્રાયલના પરિણામોની અપેક્ષા રાખી રહી છે. તેમ છતા અપ્રૂવલ અને માર્કેટિંગ માટે મંજૂરી એપ્લાય કરવામાં આવશે.