રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 3 ઑક્ટોબર 2016 (13:58 IST)

ગુજરાતી ફિલ્મ ''બાપુ ક્યાં છે''? - 68 વર્ષથી કોમામાં સરી પડેલા એક વ્યક્તિની વાત

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ફરીએક વાર એક એવો ટોપીક આવરી લેવાયો છે જેમા ગાંધી બાપુની વાત કરવામાં આવી છે. અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ ફિલ્મનો સ્ટાર્ટ ટેઈક લેવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં મુંબઈ અને બોલિવૂડના નિર્માતાઓ પ્રો઼ડ્યુસ કરી રહ્યાં છે. બાપુ કયાં છે? એ મસ્તીસભર કાલ્પત્રિક ધટનાઓ પર આધારીત ફિલ્મ છે, આ ફિલ્મની વાર્તા 88 વર્ષના એક વૃદ્ધ બિપિનચંદ્ર જાગીરદાસ ગાંધી જેઓ છેલ્લા 68 વર્ષથી કોમામાં છે તેમની આસપાસ ફરે છે. બિપિનચંદ્ર એક એવો વ્યક્તિ જે બીજા ગાંધી તરીકે ઓળખાય છે. જેમની સાથે મહાત્માગાંધીએ છેલ્લા શ્વાસે વાત કરી હતી. જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે બિપિન ચંદ્ર તેમની સાથે હતાં અને ત્યાં થયેલી ભાગદોડમાં તેમને ઈજા પહોંચી હતી. ત્યારથી તેઓ કોમામાં સરી પડ્યાં હતાં. તેમને આ દિવસથી ભારતની સરકાર તેમને સાચવી રહી છે અને જીવાડી રહી છે. આખો દેશ આ બીજા ગાંધી ઉઠે અને મહાત્માના છેલ્લા શબ્દો સંભળાવે તેની રાહ જોઈ રહ્યો છે. તેઓ જ્યારે કોમામાંથી બહાર આવે છે ત્યારે સૌને એક પ્રશ્ન પૂછે છે કે બાપુ ક્યાં છે? તેમને એ વાતથી અજાણ રાખવામાં આવે છે કે બાપુની હત્યા થઈ ગઈ છે અને તેઓ 68 વર્ષથી કોમામાં છે. આથી સરકાર એવો નિર્ણય કરે છે કે તેમની મુલાકાત મહાત્મા સાથે કરાવવી અને આખરે ગાંધી જેવી દેખાતી વ્યક્તિની શોધ શરૂ થઈ જાય છે.

આખરે એક એવો વ્યસની વ્યક્તિ મળે છે જેણે પોતાના જીવનમાં ગાંધીના અનેક પાત્રો ભજવ્યાં છે, બસ ત્યાંથી શરૂ થાય છે પોલિટિકલ સટાયર અને ફિલ્મી મસ્તી. આ ફિલ્મ એક સંદેશ પણ આપે છે. બાપુ ક્યાં છે આ ફિલ્મમાં મુખ્ય પાત્રોની વાત કરીએ તો જેમનું નામ કોઈનાથી અજાણ નથી એવા મિહિર ભૂતા, નવોદિત બોલિવૂડની ગુજરાતી ગર્લ અવની મોદી, અપના સપના મની મની અને ક્યા કૂલ હે હમ જેવી ફિલ્મના લેખક પંકજ ત્રિવેદી અને નાટ્યકાર ધર્મેન્દ્ર ગોહિલ છે. ફિલ્મનું દિગ્દર્શન પણ પંકજ ભાઈએ કર્યું છે. આ ફિલ્મ 26મી જાન્યુઆરીએ રિલીઝ થશે તેવું સ્ટારકાસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.