રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (14:46 IST)

રાજકોટમાં પ્રેમીને મળવા મહિલાએ મેલી વિદ્યા શીખી અને ઘરમાં તાંડવ કર્યો

શહેરના કેનાલ રોડ પર કૃષ્ણ ભવન નામના મકાનમાં એક મહિલા છેલ્લા બે વર્ષથી તાંત્રિકવિધિ કરી રહી હતી. ગઇકાલે સમાજ સુરક્ષા વિભાગે લાઇવ રેસ્ક્યૂ હાથ ધરી મહિલા સહિત તેની માતા અને ભત્રીજીને પકડી પાડ્યા હતા. મહિલાના પિતાએ જણાવ્યું હતું કે, મારી પુત્રી તાંત્રિકવિધિ કરી ઘરમાં નગ્ન થઇ તાંડવ મચાવતી હતી. તેમજ મને મને ઘરમાં પ્રવેશવા દેતી નહોતી.  ચીમનભાઇ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, મારી મોટી પુત્રી પલ્લવીને પ્રેમમાં પછડાટ મળ્યા બાદ મેલી વિદ્યાના રવાડે ચડી ગઇ હતી. પ્રેમીને પામવા તે કાળ ભૈરવનો વેશ ધારણ કર્યો હતો અને તાંત્રિકવિધિ કરતી હતી. તેણે મારી પત્ની હંસાબેન અને પુત્ર ભરતની પુત્રીને પણ વશમાં કરી હતી. પલ્લવી મોઢા પર કાળી મેસ લગાડતી હતી. પલ્લવી કાળા વસ્ત્રો ધારણ કરી બે કૂતરાને સાથે રાખી તાંત્રિકવિધિ કરતી હતી. ઘરમાં કોઇ અજાણ્યો શખ્સ પ્રવેશે તો તેમને કૂતરાઓ અંદર આવવા દેતા ન હતા. આથી સમાજ સુરક્ષા વિભાગે ગુરૂવારે રેસ્ક્યૂ ઓપરેશન કરી પલ્લવીને નારી કેન્દ્રમાં અને તેની 15 વર્ષની ભત્રીજીને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં ખસેડી હતી. પલ્લવીની શુક્રવારથી સાઇકોલોજીકલ સારવાર શરૂ કરાશે. પલ્લવીની તાંત્રિક વિદ્યાનો શિકાર તેની માતા ઉપરાંત તેની 15 વર્ષની ભત્રીજી પણ બની હતી.