રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (18:37 IST)

ભાદર ૨ ડેમના દરવાજા ખોલવામાં આવતા લોકોને કરાયા સાવચેત, પોરબંદર જિલ્લાના ભાદર કાંઠાના ગામોમાં હાઇ એલર્ટ

ભાદર-૨ ડેમાં ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પાણીની સતત આવક ચાલુ છે જેના પગલે ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા તંત્ર દ્વારા અગાઉથી પોરબંદર જિલ્લાના ભાદર કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
 
પોરબંદરના કલેક્ટર અશોક શર્માએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ના સંબંધિત અધિકારીઓ તેમજ સંબંધિત ગામોના કર્મચારી,  પ્રાંત અધિકારી મામલતદારોને પણ જરૂરી કામગીરી તેમજ લોકોને સાવચેત કરવા જણાવ્યું છે. સંબંધિત ગામોને તલાટીઓને હેડ કવાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે.
 
કુતિયાણા તાલુકાના રોઘડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા જયારે પોરબંદર તાલુકાના  ગરેજ, ચીકાસા, નવીબંદર અને મીત્રાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે.
 
પોરબંદર જિલ્લામાં આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયેલ છે. જેમાં કુતિયાણામાં આજે સવારથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૩૩ મી.મી,પોરબંદરમાં ૧૬ મીમી અને રાણાવાવ ૧૯મીમી વરસાદ થયેલ છે.