મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (17:28 IST)

ગુજરાતમાં મનમુકીને વરસી રહ્યો છે વરસાદ, 4 દિવસ અતિભારે વરસાદની આગાહી

ગઈકાલથી જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં 2 ઇંચથી લઇને 14 ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ છે. ભારે વરસાદને પગલે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે
 
 જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ
ગિરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાં છે અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્‍તારો-રસ્‍તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.
 
રાત્રે 10થી સવારે 12 વાગ્‍યા સુધીના વરસાદના આંકડા
 
જૂનાગઢ જિલ્‍લાના નવેય તાલુકામાં રવિવારની રાત્રે 10થી સોમવારે બપોરે 12 વાગ્‍યા સુધીમાં પડેલા સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ વિસાવદરમાં 14 ઇંચ, જૂનાગઢમાં 6 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, ભેંસાણમાં 3 ઇંચ, મેદરડામાં 2.5 ઇંચ, માંગરોળમાં 2.5 ઇંચ, માણાવદરમાં 3 ઇંચ, માળિયાહાટીમાં 2 ઇંચ અને વંથલીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્‍યો હોવાનું કંટ્રોલરૂમમાંથી જાણવા મળ્યું છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાને હવામાન વિભાગે આપ્યું એલર્ટ સમગ્ર રાજ્યમાં વરસાદે જમાવટ કરી છે. જામનગર અને રાજકોટ જિલ્લામાં બારે મેઘખાંગા થયા છે. હવામાન વિભાગે હજુ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. 
 
 ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા છે. હવામાન વિભાગે  અમરેલી રાજકોટ જામનગર ભાવનગર પોરબંદર સોનનાથ
સહિત રેડ એલર્ટ આપ્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન દરિયો ન ખેડવાની માછીમારોને સૂચના અપાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામીન 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર માટે પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર
કર્યું છે.
 
વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભાવનગર, પોરબંદર, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, જુનાગઢ, દીવમાં  40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવનની સાથે વરસાદનો અનુમાન, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રમાં, મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, કોંકણ પટ્ટાવિરતારમાં ભારે વરસાદ પડી શકે છે. સેટેલાઈટ તરફથી પ્રાપ્ત તસવીરો અનુસાર,, ગુજરાત, રાજસ્થાન રાજ્યો ઉપરના આકાશમાં પણ ઘેરા વાદળોની જમાવટ થયેલી દેખાય છે