મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ડિસેમ્બર 2016 (15:15 IST)

વાંચો ગુજરાતમાં કયા સાંસદ પાસે કેટલું સોનું, જામનગરનાં સાંસદ પૂનમ માડમ પાસે સૌથી વધુ પાંચ કિ.ગ્રા. સોનું

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે પરણિત મહિલા ૫૦૦ ગ્રામ, અપરણિત મહિલા ૨૫૦ ગ્રામ અને પુરુષોને ૧૦૦ ગ્રામ સોનું રાખવાની મંજૂરી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા માપદંડને ધ્યાનમાં લેવામાં આવે તો લોકસભામાં ગુજરાતના સાંસદોમાંથી જામનગરના પૂનમ માડમ પાસે સૌથી વધુ ૫ કિલોગ્રામ સોનું છે. તો શું સરકારનો આ બાબતનો કાયદો સાંસદોને લાગુ પડશે કે નહીં તેની ચર્ચાઓ લોકોમાં વાયરલ થઈ રહી છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કયા સાંસદ પાસે કેટલું સોનું છે તેની વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ૪૫ ગ્રામ સોનું છે. ગુજરાતમાંથી જે સાંસદો પાસે સૌથી વધુ સોનું હોય તેમાં વલસાડના સાંસદ ડો. કે.સી. પટેલ પાસે ૧.૫૦૯ કિલો સોના સાથે બીજા અને અમદાવાદ પશ્ચિમના સાંસદ પરેશ રાવલ ૧.૪૮૪ કિલોગ્રામ સોના સાથે ત્રીજા સ્થાને છે.  આણંદના સાંસદ દિલીપ પટેલ અને રાજકોટના સાંસદ મોહન કુંડરિયા પાસે કોઇ સોનું જ નહીં હોવાનો સોગંધનામામાં એકરાર કર્યો છે. જે સાંસદો પાસે સૌથા ઓછું સોનું છે તેમાં  ૨૦-૨૦ ગ્રામ સાથે પંચમહાલના પ્રભાતસિંહ ચૌહાણ, જુનાગઢના રાજેશ ચુડાસમા, ભરૃચના મનસુખ વસાવાનો સમાવેશ થાય છે. સાંસદો પાસેનો આ આંક અઢી વર્ષ જૂનો છે અને આ દરમિયાન હવે તેમાં મોટા પાયે પરિવર્તન આવ્યું હોય તેમ પણ બની શકે છે