શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 26 માર્ચ 2021 (19:02 IST)

પતિ અને સાસરી પક્ષથી કંટાળી સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરનારી આઇશાના પતિ આરીફે

પતિ અને સાસરી પક્ષથી કંટાળી સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરનારી આઇશાના પતિ આરીફે કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી . જેની સામે આરીફના જામીન મંજુર ન કરવામાં આવે તેવી માંગણી આઇશાના પક્ષ તરફથીકરવામાં આવી હતી . જો કે નામદાર કોર્ટે આગળની કાર્યવાહી માટે 1 એપ્રિલે સુનવણી રાખી છે .
 
આજે અમદાવાદની સેસન્સ કોર્ટમાં આરીફના જામીન અરજી સામે આઇશાના પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો .ઉલ્લેખનીય છે કે આ મામલે હજી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તપાસ કરી રહી છે જે હાજી પુરી થઈ નથી . પરિણામે હજી કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ થઈ નથી . જેને લઇ આજે કોર્ટમાં આરીફના જામીન મંજુર ને કરવા માટેની રાજુવાત કરવામાં આવી હતી .
 
આઇશા વતી કોર્ટમાં રજુવાત કરવામાં આવી હતી કે હજી ચાર્જશીટ દાખલ થતા  પહેલા આરીફ દેશ વિદેશ પણ ભાગી શકે છે તેમજ આઇશાના પરિવારજનોને ધાક ધમકી પણ આપી શકે છે .  તેને કોર્ટ માં રજૂ કરતા પહેલા 3 દિવસના પોલીસ રિમાન્ડ અને ત્યારબાદ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો . જે બાદ આરીફે કોર્ટ સમક્ષ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 439 હેઠળ રેગ્યુલર જામીનની અરજી કરતા આઇશાના પક્ષે વિરોધ ઉઠાવ્યો હતો .