1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (11:16 IST)

14 વર્ષથી ફરાર કાલુપુર બોમ્બ બ્લાસ્ટનો આરોપી પશ્વિમ બંગાળથી ઝડપાયો

ગુજરાત આતંકવાદી નિરોધક ટુકડી (એટીએસ)એ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 2006માં થયેલા વિસ્ફોટના એક આરોપીને પશ્વિમ બંગાળના બાંગ્લાદેશની સીમાને અડીને આવેલા એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. 14 વર્ષથી ફરાર હતો. અધિકારીઓનું કહેવું છે કે ગુપ્ત સુચનાના આધારે એટીએસની એક ટીમે આરોપી અબ્દુલ રજાક ગાજીને પશ્વિમ બંગાળના ઉત્તરી 24 પરગના જિલ્લામાં બશી હાટ જીલ્લાના એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી. તેમણે કહ્યું કે આરોપીને ગુરૂવારે ગુજરાત એટીએસના કાર્યાલય લાવવામાં આવ્યો હતો. 
 
એટીએસના અનુસાર ગાજીએ લશ્કર-એ-તૈયબાના સભ્યો જુલ્ફિકાર કાગજી અને અબઉ જુંદાલને શરણ આપી હતી. તેના પર ફેબ્રુઆરી 2006માં કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 વચ્ચે બોમ્બ લગાવવાનો આરોપ હતો. તે વિસ્ફોટમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ કોઇનું મોત થયું ન હતું. એટીએસએ એક નિવેદનમાં કહ્યું કે આરોપ છે કે કાગજી, જુંદાલ અને અન્ય આરોપીઓને 2002ના ગોધરા રમખાણોનો દબલો લેવા માટે બોમ્બ લગાવ્યા હતા.