શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (12:10 IST)

6 હજારથી વધારે ગુજરાતીઓએ રદ્દ કર્યો કાશ્મીર પ્રવાસ

કાશ્મીરના પ્રવાસે જતા હજારો ગુજરાતીઓએ પ્રવાસ રદ્દ કર્યો છે. પાછલા વર્ષોના પ્રમાણમાં આ વખતે કાશ્મીરની સ્થિતિ ખરાબ છે અને સતત 45 દિવસથી કર્ફ્યુ હોવાથી આ વર્ષે 6000થી વધારે ગુજરાતીઓએ કાશ્મીર પ્રવાસ રદ્દ કર્યો છે અને માત્ર અમદાવાદમાંથી જ 16થી વધારે ટ્રીપ રદ્દ થઇ છે. જેને કારણે લાખોનું નુકસાન થઈ રહ્યું છે. દર વર્ષે ગુજરાતમાંથી  વેકેશનમાં હજારો ગુજરાતીઓ કાશ્મીર ફરવા માટે પહેલેથી બુકીંગ કરાવે છે અને આખા વર્ષ દરમ્યાન પ્લાંનિંગ કરવામાં આવે છે, પણ આ વખતે અનેક ટુરિસ્ટના સપના રોળાયા છે. કારણ કે આ વખતે રાજ્યભરમાંથી અને અમદાવાદમાંથી કાશ્મીર જતી અનેક ટ્રીપ રદ્દ કરવામાં આવી છે. અત્યારની સ્થિતિમાં કાશ્મીર જાવું શક્ય નથી. તેમના કેહવા પ્રમાણે આ વાખતે અમારે ત્યાંથી 14 કાશ્મીરની ટ્રીપ રદ્દ થઇ છે, તેની પાછળનું કારણ છે કે આ વખતે કાશ્મીરમાં અમોને ત્યાંના હોટેલયર અને ટ્રાંન્સપોર્ટેશનનો સપોર્ટ નથી મળ્યો, જે પાછળના વર્ષોમાં મળ્યો છે. પ્રથમ વખત ત્યાં ટુરિસ્ટ યાત્રિકો પાર હુમલા થયા, જેને કારણે ગુજરાતમાંથી કોઈ કાશ્મીર જવા તૈયાર નથી અને જે લોકોએ પહેલેથી બુકિંગ કરાવ્યું તું તે પણ હવે રદ્દ કરવામાં આવ્યું છે. બૂકિંગો રદ્દ થવાથી રાજ્યના ટુરિઝમ સેક્ટરને અને ટ્રાવેલર્સ ઓપરેટરોને મોટું નુકસાન થઇ રહ્યું છે. જે લોકોએ પહેલેથી પ્લાંનિંગ કરેલ હોઈ અને અચાનક રદ્દ થતા નિરાશા પણ છે. અમદાવાદમાંથી જ 16 જેટલી કાશ્મીર પેકેજની ટ્રીપ રદ્દ કરવામાં આવી છે. કારણ કે ટૂરિસ્ટોની સુરક્ષા પહેલી પ્રાથમિકતા છે.