રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ઑગસ્ટ 2018 (12:41 IST)

અમદાવાદના ફેવરિટ ફૂડ જંક્શન લો ગાર્ડન પાસે અમદાવાદ કોર્પોરેશને બૂલડોઝર ફેરવ્યું

લૉ ગાર્ડન પાસે આવેલી અમદાવાદની વિખ્યાત ખાઉગલી પર મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું છે. વર્ષોથી અમદાવાદીઓ અહીં મોડી રાત્રે જમવા આવતા હતા, અને અહીં અનેક ફુડ સ્ટોલ્સ આવેલા હતા, જે ખાસ્સા વિખ્યાત પણ હતા. જોકે, સાંજથી જ શરુ થઈ જતી આ ખાઉગલીને કારણે અહીં ટ્રાફિકની જોરદાર સમસ્યા થતી હતી.ખાવાના શોખીન અમદાવાદીઓમાં માણેકચોક ઉપરાંત લૉ ગાર્ડનની ખાઉગલી પણ ખૂબ જ જાણીતી હતી. જોકે, અહીં પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમજ રસ્તા પર જ આખી ખાઉગલી ભરાતી હતી, અને તેના કારણે વાહનોને પસાર થવા માટે જગ્યા જ નહોતી રહેતી. સાંજે તો સ્થિતિ એવી થતી કે અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ જતું.અમદાવાદમાં ઠેરઠેર થતાં ગેરકાયદે પાર્કિંગને કારણે જબરજસ્ત વકરેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોરદાર સક્રીય બની રહ્યા છે. ટ્રાફિકમાં અડચણરુપ બનતા દબાણને શહેરના રસ્તા પરથી હટાવાઈ રહ્યા છે, તેમજ પાર્કિંગ માટે ચાર્જ વસૂલતા મોલ્સને પણ ફ્રી પાર્કિંગ માટે ફરજ પડાઈ રહી છે.