બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 ઑક્ટોબર 2018 (12:23 IST)

ગુજરાતમાં ગર્ભવતી મહિલાઓને નથી મળી રહ્યો પોષણક્ષમ આહાર

ગુજરાતમાં સરેરાશ 10.1% બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મે છે અને 41.6% બાળકો વિકાસથી વંચિત રહી જાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે 2017માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 38.5% બાળકો વિકાસથી વંચિત રહી જાય છે. જ્યારે 39.3 ટકા બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મે છે.તાજેતરમાં થયેલા ગ્લોબલ હેલ્થ રીપોર્ટ પ્રમાણે ભારતીય રાજ્યમાં બાળકોને ભરખી જતો રોગચાળો માથુ ઉચકતો જાય છે. આરોગ્યને લગતી સમસ્યાઓના પાસામાં ગુજરાતનો ક્રમ ટોપ ટેનમાં છે. આઠમા ક્રમે રહેલા ગુજરાતમાં સૌથી વધુ રોગનો ભોગ બાળકો બને છે. બીજી તરફ ગર્ભવતી મહિલાઓને પણ યોગ્ય પોષણક્ષમ આહાર મળતો નથી. કુલ વસતીના 5013 લોકો પોષણક્ષમ આહારથી ન મળતા પીડા સહન કરી રહ્યા છે.વર્ષ 2016 અને 2018 વચ્ચે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલાઓ અને બાળકો પાછળ ફાળવવામાં આવતી રકમ પણ ઘટાડી દીધી છે. એક સમયે જે 62.13 કરોડ રૂપિયા આપવામાં ફાળવવામાં આવતા તે હવે માત્ર 38.51 કરોડ ફાળવવામાં આવે છે. તાજેતરમાં થયેલા આ રીપોર્ટ પ્રમાણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોમાં આયનનો અભાવ જોવા મળ્યો હતો. બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યની તુલનામાં ગુજરાતના બાળકોમાં આયનના અભાવનું પ્રમાણ વધારે હતું. બીજી તરફ કુપોષણના કેસમાં વિસ્તારની વસતી દીઠ 243 કેસ મળી આવ્યા હતા. જેમાં મોટા ભાગના બાળકોમાં પ્રોટિનની ઉણપ હતી. નવજાત શિશુના સર્વાંગી વિકાસ ન થવા પાછળ પોષણક્ષમ આહાર ન મળતો હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાતમાં લાખની વસ્તી સામે કુલ 661 નવજાત શિશુ કોઇને કોઇ આરોગ્ય સંબંધી ઉણપથી પીડાઇ રહ્યા છે.