બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 માર્ચ 2018 (14:51 IST)

વડોદરામાં નવી કોર્ટમાં પ્રથમ દિવસે જ જજની ઓફિસમાં તોડફોડ, પોલીસનો વકીલો પર લાઠીચાર્જ

વડોદરાની નવી બનેલી કોર્ટમાં પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મુકવાની અપૂરતી વ્યવસ્થાને પગલે હોબાળો મચાવી દીધો હતો. એક તબક્કે વકીલો ડિસ્ટ્રિક્ટ જજની ઓફિસમાં જઇને તોડફોડ કરી હતી. જેથી પોલીસે વકીલો પર લાઠીચાર્જ કર્યો હતો. ગત શનિવારે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર્ટનું ઉદ્ઘાટન કર્યુ હતુ અને આજે કોર્ટના પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મુકવા બાબતે હોબાળો મચાવી દીધો હતો.

વડોદરા શહેરમાં 130 કરોડના ખર્ચે નવુ કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવ્યુ છે. આ કોર્ટ સંકુલનું ગત શનિવારે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉદ્ધાટન કર્યુ હતુ. આજે સોમવારે નવી કોર્ટનો પ્રથમ દિવસ હતો. કોર્ટ બિલ્ડિંગમાં વકીલના ટેબલ મુકવા માટે અપૂરતી વ્યવસ્થા હોવાથી વકીલોને કોર્ટમાં ટેબલ લઇ જતા રોકવામાં આવ્યા હતા. જેથી વકીલોએ કોર્ટ પરિસરમાં હોબાળો કરી મુક્યો હતો. એક તબક્કે વકીલો જજની ઓફિસમાં ધસી જઇને તોડફોડ કરી હતી જેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વકીલો પર હળવો લાઠીચાર્જ કર્યો હતો. ઘટનાને પગલે કોર્ટમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.