રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:30 IST)

ગુજરાતમાં સરકારના ઈશારે આઈબી સક્રિય, સોશિયલ મીડિયા પર વોચ ગોઠવાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે ૧૫૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.  આ મિશન ફળશે કે પછી ભાજપનો ગુબ્બારો ફુટશે તે અંગે ખુદ ભાજપ પક્ષ અને સરકાર બંન્ને દ્વિધામાં છે. આ કારણોસર સરકારના ઇશારે આઇબી કામે લાગ્યું છે અને ભાજપ વિરૃધ્ધ રાજ્યભરમાં શું ચાલી રહ્યું છે તેની  માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સૂત્રોના મતે , આઇબીએ સોશિયલ મિડિયા પર વૉચ ગોઠવી છે જેમાં ફેસબુક, ટ્વિટર સહિત સોશિયલ મિડિયામાં કોણ ભાજપ સરકાર વિરૃધ્ધ પોસ્ટ કરે છે , કઇ પોસ્ટને કેટલી લાઇક મળે છે , સરકાર વિરૃધ્ધ કોણે વિડીયો પોસ્ટ કરી છે , કઇ વિડીયો-પોસ્ટને લોકોનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે , સોશિયલ મિડિયા થકી કોણ અભિયાન ચલાવી રહ્યું છે તે તમામ મુદ્દે નજર રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત ભાજપને હાલમાં કયા કયા પરિબળો નડી શકે છે તે મામલે ખાનગીમાં માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તે જોતાં કેટલાંક સ્વૈચ્છિક સંગઠનો પર પર આઇબીની નજર રહી છે. પાટીદારો, ખેડૂતો , દલિતો સરકારને ચૂંટણીમાં કેટલા અંશે નડી શકે છે તે મામલે રજેરજની માહિતી એકત્ર કરી સરકારને મોકલવામાં આવી રહી છે.આ ઉપરાંત કયા કયા વિસ્તારમાં કઇ કઇ સમસ્યાને લીધે પ્રજામાં સરકાર વિરોધી રોષ છે તે મુદ્દે પણ આઇબી વિગતો પ્રાપ્ત કરી રહી છે. ખાસ કરીને કોંગ્રેસના નેતાઓની રાજકીય હિલચાલ પર નજર રાખવામાં આવી છે. આમ, સરકારના ઇશારે આઇબી સક્રિય બન્યુ છે.