મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (14:52 IST)

વાધેલાના ત્રીજા મોરચાને ચૂંટણી લડવાના બજેટમાં પણ ભાજપનું પીઠબળ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાના ત્રીજા મોરચાના વિકલ્પને કોંગ્રેસ ભાજપના 'મુખૌયે' સાબિત કરવા એક રાજકીય અભિયાન ચલાવશે. આ માટે વાઘેલાની રાજકીય વિશ્વસ્નીયતા ઉપર પ્રહાર કરવાની રણનીતિને પક્ષ અંતિમ ઓપ આપી રહેલ છે. આ અભિયાન હેઠળ કોંગ્રેસ એ સાબિત કરવાનો પ્રયાસ કરશે કે ગુજરાતમાં પોતાની વિરૂદ્ધ બનતો માહોલ નિહાળીને ભાજપે વાઘેલાનો 'વોટ કટર' તરીકે ઉપયોગ કરવાની ચાલ ચલી છે. 

પક્ષના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતની ચૂંટણીમાં વાઘેલાએ ત્રીજા મોરચાના વિકલ્પ તરીકે કુદવાના દાવમાં પંકચર પાડવાના દરેક પ્રયાસ કોંગ્રેસ કરશે. કોંગ્રેસ પક્ષ સોશ્યલ મીડિયાનો સહારો લેશે. બાપુના 'વિકાસ કી ખોજ' ના પોતાના અભિયાનને સફળતા મળતા પક્ષ સોશ્યલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરશે. આ દરમ્યાન એ જણાવવાનો પ્રયાસ થશે કે વિજય રૂપાણીની ભાજપની સરકારથી લોકો નારાજ છે અને ચૂંટણીમાં નુકસાન જોતા ભાજપે સત્તા વિરોધી મતોના બંટવારા માટે વાઘેલાના મોરચાને ઉભો કર્યો છે. તેથી ભાજપ અને વાઘેલા વચ્ચે સાંઠગાંઠ સાબિત કરવા માટે હાલમાં વાઘેલાએ કોંગ્રેસ છોડી ત્યારથી લઇને રાજયસભાની ચૂંટણીમાં અહેમદ પટેલ વિરૂ.દ્ધ ભાજપના ઉમેદવારને મત આપવાનું ઉદાહરણ આપશે. કોંગ્રેસ એવો પણ પ્રચાર કરશે કે વાઘેલાના ત્રીજા મોરચાના વિકલ્પને ફંડીંગ ભાજપ દ્વારા થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ આ રણનીતિને અંતિમ ઓપ આપવા માટે પ્રચાર એજન્સીઓની મદદ પણ લેશે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ કોઇ કસર રાખવા નથી માંગતું. રાહુલ ગાંધી અમેરિકાથી આવી તરત જ સૌરાષ્ટ્ર જશે. દિવાળી પહેલા રાહુલ સમગ્ર ગુજરાત ફરી વળે તેવી યોજના ઘડવામાં આવી છે. આ થકી તેઓ પ્રજા સાથે સીધો સંપર્ક કરશે.