સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જુલાઈ 2017 (16:34 IST)

Mehsana News - તોફાને ચડેલા આખલાનું આખરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર અનેક બાઈકોને નિશાન બનાવનાર તોફાની આખલાને પકડવા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું.  રાધનપુર રોડ ઉપર એક તોફાની આખલો બાઈકોના કચ્ચરઘાણ કરી રહ્યાની ફરિયાદ સ્થાનિકોએ કરતા મંગળવારે સવારે નગરપાલિકાની ટીમ આ તોફાની આખલાને પકડવા આવી હતી પણ આખલો આટલો આસાનીથી પકડાય તેમ ન હતો જો કે બંધ ગલી હોવાથી રેસ્કયુ ટીમને હાશકારો થયો હતો. જેસીબીની મદદથી પહેલા આખલાને નીચે પછાડી બાદમાં તેના ચારેય પગ બાંધી પેટના ભાગે બાંધી જેસીબી વડે ઊંચકાવવામાં આવ્યો હતો અને ટ્રેક્ટરમાં નાખી દૂર છોડી મુકાયો હતોઅત્રે ઉલ્લેખનીય છે કે ઢોર પકડવાની પ્રવૃત્તિ છેલ્લા ૧ વર્ષથી બંધ છે. નગરપાલિકાના શાસકોને હાલ આ મલાઈ વગરની પ્રવૃત્તિ કરવામાં રસ નથી તેવું લાગી રહ્યું છે.