મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 26 મે 2020 (12:36 IST)

આ કોરોના દર્દીઓને ઈદ ફળી, ચાર દર્દીઓ પવિત્ર ઈદના દિવસે જ થયા કોરોના મુક્ત !

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોમવારે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદના રોજ 4  દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ દર્દીઓ વિસાવદર તાલુકાનાં પ્રેમપરા અને બરડિયા ગામના હતા. ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમા 15 વર્ષિય દિવ્યમ વઘાસીયા તા.16 મે ના રોજ 40 વર્ષના વિલાશબેન 38 વર્ષના કિશોરભાઈ વઘાસીયા અને બરડીયાના 48 વર્ષના મુકેશભાઈ વઘાસીયા તા.17 મે ના રોજ કોરોના પોઝીટીવ થતા સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
 
આ ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ ડિસ્ચાર્જ થતા જૂનાગઢ જિલ્લામાં કુલ 25 કેસ પૈકી કુલ 8 દર્દીઓ સ્વસ્થ થય ઘરે પરત ફર્યા હતા. આ દર્દીઓ હવે સાત દિવસ હોમ કોરન્ટાઇન રહેશે. સ્વસ્થ થયેલા આ દર્દીઓ એ હોસ્પિટલમાં મળેલી સારવાર સુવિધા અને ડોકટરો તથા પેરામેડિકલ સ્ટાફ દ્વારા લેવાતી કાળજી પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સમયસર સારવાર અને આરોગ્ય વિષયક ઘનિષ્ઠ કામગીરીથી જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાયરસ સંદર્ભે એકપણ મૃત્યુનો કેસ નોંધાયો નથી.