શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 મે 2020 (17:16 IST)

નવી ડિસ્ચાર્જ પોલીસી પ્રમાણે રાજકોટમાં એક સાથે 17 કોરોના દર્દીઓને રજા

રાજકોટમાં કોરોનાનો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્રની નવી ડીસ્ચાર્જ પોલીસી મુજબ આજે એક સાથે 17 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને 96 જેટલા દર્દીઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.  સિવીલ હોસ્પીટલનાં ટોચના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ કોવીડ હોસ્પીટલમાં 34 જેટલા કોરોનાના દર્દીઓ દાખલ હતા પરંતુ નવી ડીસ્ચાર્જ પોલીસી અમલી બનતા આજે 17 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સિવીલ હોસ્પીટલમાં આવેલી કોવીડ-19 હોસ્પીટલમાં હાલ 34 દર્દીઓ દાખલ હતા જેમાં 17 દર્દીઓની તબીયત સુધરતા અને તેમને ઈન્ડોર પેસન્ટ તરીકેની જરૂરીયાત ન હોય આજે તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  નવી પોલીસી મુજબ ડીસ્ચાર્જ કરવામાં આવેલા 17 દર્દીઓની વખતો વખત ચકાસણી કરવામાં આવશે અને તેઓને તબીબી ઓર્બ્ઝવેશન હેઠળ રાખવામાં આવશે. હોસ્પીટલમાં હાલમાં 34 દર્દીઓમાંથી 17 ની તબીયત બિલકુલ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે.જયારે 13 દર્દીઓ કે જેમનાં ઘરમાં આઈસોલેશનની પુરતી વ્યવસ્થા નથી તેઓને પથીકાશ્રમમાં કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પથીકાશ્રમમાં કવોરન્ટાઈન કરવામાં આવેલા કોરોનાના શંકાસ્પદ દર્દીઓને 10 થી 17 દિવસ સુધી પથીકાશ્રમમાં કવોરન્ટાઈન તરીકે રાખવામાં આવશે.  આજે કોરોનાના રોગચાળા માટે તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા, મેડીકલ કોલેજનાં ડીન ડો.ગૌરવીબેન ધ્રુવ. આર.એમ.ઓ. ડો,એમ.સી. ચાવડા સહીતનાં નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના રોગચાળાને ડામવા માટે દિલ્હી અને ગાંધીનગરથી એક ખાસ કમીટી રાજકોટ આવી હતી અને તેમણે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રની વિગતો મેળવી હતી.  નિષ્ણાતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ હોસ્પીટલ લેબોરેટરી અને મેડીકલ કોલેજની મુલાકાત લઈ તમામ વિગતો મેળવી હતી. અને મુલાકાત બાદ તમામ વિગતો અંગે રીપોર્ટ તૈયાર કરી ડીટેઈલ રીપોર્ટ કેન્દ્ર અને રાજય સરકારને સુપ્રત કરવામાં આવશે. હાલ સિવીલ હોસ્પીટલમાં આવેલી કોવિડ હોસ્પીટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ છે અને તબીબી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પણ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યુ છે.