ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (09:50 IST)

Rajkot News - રાજકોટમાં આજે મોદીની હાજરીમાં ત્રણ વિશ્વ વિક્રમ નોંધાશે

રાજકોટમાં 29 જૂને વડાપ્રધાન મોદી દિવ્યાંગોને મદદરૂપ ઉપકરણોના વિતરણ કરવા ઉપરાંત સૌથી મોટી સામાજિક અધિકારિતા શિબિરમાં પણ હાજરી આપશે. દરમિયાન કેમ્પનાં એક દિવસ અગાઉ 28મી જૂને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ 1200 લોકો કરવામાં આવ્યો હતો. જે એક જ સ્થળે સાઇન લેંગ્વેજ લેશનમાં સહભાગીઓની સૌથી વધુ સંખ્યા હોવાનું માનવામાં આવે છે. અગાઉ એક સ્થળે આ પ્રકારનાં લેશનમાં સૌથી વધુ 978 લોકોની સહભાગીદારીનો વિક્રમ ચીનના નામે હતો, જેને તોડવાનો આ કેમ્પમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ લેશનનો વિષય આપણું રાષ્ટ્રગીત હતો. આ લેશનમાં લાયક સાઇન લેંગ્વેજ ટીચર સૂચના આપે તે પ્રકારે કરવામાં આવનાર હતી. આ પ્રયાસ રાજકોટનાં કાલાવાડ રોડ પર સ્વામિનારાયણ મંદિરમાં 28 જૂન, 2017નાં રોજ કરવામાં આવ્યો હતો. આ રેકોર્ડમાં સહભાગી થનાર તમામ લોકો 29મી જૂન,2017ના રોજ વિતરણનાં દિવસ દરમિયાન મોદી સામે તેમનું પર્ફોર્મન્સ પણ પ્રસ્તુત કરશે. આ પ્રસંગે અન્ય એક વિશ્વવિક્રમ રચવાનો પણ પ્રયાસ થશે, જેમાં એક જ દિવસે અશક્ત વ્યક્તિઓની મોબિલિટી માટે સૌથી વધુ ઓર્થોસિસ (કેલિપર્સ) ફિટ કરવામાં આવશે. આ કેટેગરીની વિનંતી સ્વીકારવા માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ઓથોરિટી, લંડનમાં રજૂઆત કરવામાં આવી છે, જેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.