1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (20:03 IST)

ગુજરાત હાઇકોર્ટે 13 વર્ષીય રેપ પીડિતાના ગર્ભપાતની મંજૂરી આપી નહી

ગુજરાત હાઇકોર્ટે 13 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવાની ના પાડી દીધે છે. હાઇકોર્ટે બુધવારે સરકારને પીડિતાના પરિવારજનોને તેના ખર્ચ માટે એક લાખ લાખ રૂપિયાનો નિર્દેશ આપ્યો છે. પીડિતાના પરિવારજનોએ હાઇકોર્ટને તેના ગર્ભપાતની મંજૂરી માંગી હતી. 
 
ગુજરાત હાઇકોર્ટના જજ બીએન કરિયાએ ડોક્ટરોની રિપોર્ટનો હવલો આપતાં પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવાની ના પાડી દીધી છે. જોકે ડોક્ટરોની ટીમએ પોતાની રિપોર્ટમાં કહ્યું કે ભ્રૂણ 28 અઠવાડિયાનું છે. સારી રીતે દેખભાળ બાદ તેની રહેવાની સંભાવના વધુ છે. 
 
કોર્ટે સોમવારે જાહેર કરેલા આદેશમાં કહ્યું કે ગર્ભનું ચિકિત્સકીય સમાપાન સંશોધન કાનૂન 2020 હેઠળ મહિલાઓને 24 અઠવાડિયા સુધી જ ગર્ભપાત કરાવવાની પરવાનગી છે. હાઇકોર્ટે નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક ચિકિત્સા કેન્દ્રના અધિકારીઓને પીડિતાની સારવાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. 
 
હિંમતનગરમાં ટાઇફાઇડની સારવાર કરાવનાર 13 વર્ષીય પીડિતા સાથે  ચિકિત્સકએ જ દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધમાં પોલીસે કેસ દાખલ કરી ડોક્ટરની ધરપકડ કરી લીધી હતી. પીડીત છોકરીના પિતાએ હિંમતનગર સત્ર કોર્ટમાં છોકરીના ગર્ભપાતની મંજૂરી માંગી હતી.