શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 મે 2018 (15:35 IST)

સરદાર પટેલના ઘરે અખંડ જ્યોતને હટાવી LED લેમ્પ લગાવી દેવાતા સ્થાનિકોનો વિરોધ

કરમસદ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના પૂર્વજોના ઘરે સરદાર પટેલ ટ્ર્સ્ટે અખંડ જ્યોતના બદલે એલઈડી બલ્બ લગાવી દેતાં વિવાદ સર્જાયો છે. સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા કરમસદમાં આવેલ 150 વર્ષ જૂના સરદાર પટેલના ઘરની જાળવણી કરવામાં આવી રહી છે.  મંગળવારે સરદાર પટેલના ઘરે એકઠા થયેલાં ટોળાંએ ટ્રસ્ટે લીધેલા આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. આ ગામના રહેવાસીઓએ કહ્યું કે, અમે બહુ દુઃખી થયા છીએ, ટ્રસ્ટીએ આવડું મોટું પગલું ભરતા પહેલાં સ્થાનિકો અને વડીલો સાથે ચર્ચા કરવી જોઈતી હતી. કેટલાય પીએમ અને મોટી મોટી હસ્તીઓએ અખંડ જ્યોતની અંજલિ લેવા માટે કરમસદની મુલાકાત લીધી હતી. 

શર્મનાક બાબત છે કે સરદાર પટેલના નામે તેઓ વોટ મેળવી જાય છે પણ જ્યોત પ્રજ્વલિત રાખવા માટે તેઓ 100 ગ્રામ ઘી નથી ખર્ચી શકતા. જો ટ્રસ્ટ કે કરમસદ નગરપાલિકા જ્યોત પ્રજ્વલિત રાખવા માટે જરૂરી ઘી કે ઓઈલનો ખર્ચો ન પરવડતો હોય તો તેઓ સ્વચ્છાએ ઘી અને ઓઈલ આપવા તૈયાર છે. સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યા બાદ ગુજરાત કોંગ્રેસ યુનિટના પ્રેસિડન્ટ અમિત ચાવડાએ પણ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને ઐતિહાસિક ધરાહરો પર પરંપરા યથાવત રહે તેવી ટ્રસ્ટ અને સરકારને ખાતરી કરવાની માગણી કરી હતી. ચાવડાએ કહ્યું કે, સરદારના ઘરની મુલાકાત લેવા જાય છે તે લોકોના વિશ્વાસ અને માન્યતાની આ બાબત છે. અખંડ જ્યોત જોઈને તેઓ એવું ફિલ કરતા હોય છે કે સરદાર અહીં હજુ જીવંત છે. સરદાર પટેલ ટ્રસ્ટના અધિકારીઓએ કહ્યું કે, હેરિટેજ એક્સપર્ટ અને સંરક્ષકોની સલાહ બાદ જ અખંડ જ્યોતને એલઈડી બલ્બ સાથે બદલવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. ટ્રસ્ટે બે મહિના પહેલાં અખંડ જ્યોતને એલઈડી બલ્બ સાથે રિપ્લેસ કરી હતી અને આ આર્ટિફિશિયલ લેમ્પને ચાલુ રાખવા માટે ઇન્વર્ટર સાથે કનેક્ટ કરવામાં આવ્યો હતો.અખંડ જ્યોત છેલ્લા 50 વર્ષથી સતત પ્રજ્વલિત હોવાની વાતને હસમુખ પટેલે રદિયો આપ્યો. તેમણે કહ્યું કે, 8-10 વર્ષ પહેલાં નળિયાદથી કેટલાક યુવાનો સરદારના ઘરે અખંડ જ્યોત લાવ્યા હતા ત્યારથી આ પરંપરા શરૂ થઇ ગઇ હતી.  ટ્રસ્ટ દ્વારા સરદાર પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલ મેમોરિયલની જાળવણી પણ કરવામા આવી રહી છે.