સરદારની પ્રતિમાને બોટલ અને ઝાડના પાનનો હાર પહેરાવ્યો - news of Gujarat | Webdunia Gujarati
મંગળવાર, 14 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 માર્ચ 2018 (13:17 IST)

સરદારની પ્રતિમાને બોટલ અને ઝાડના પાનનો હાર પહેરાવ્યો

તાજેતરમાં જ દેશમાં મૂર્તિઓનુ રાજકારણ જોવા મળ્યું હતું. ત્યારે તેની અસર પણ હવે ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં જોવા મળી રહી છે. જિલ્લાના કલોલ તાલુકાના શેરથા ગામમાં સરદાર પટેલની પ્રતિમા સાથે કોઈ અજાણ્યા શખ્શોએ ટીખળ કરતાં બોટલ અને ઝાડના પાનનો હાર પહેરાવ્યો. સરદાર પટેલનું અપમાન કરવા કોશિશ કરી હતી. સરદાર સ્વપ્નો સાકાર ધમપછાડા કરતાં નેતાઓ શું પ્રતિમાના આવા હાલ વિશે જવાબ આપશે તે મુદ્દે હલ ચકચાર જામી છે. આ મામલે કસુરવારોને ઝડપી લઈ સજા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે. આ પ્રતિમા વર્ષ 1992માં અનાવરણ કરવામાં આવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.