શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 માર્ચ 2018 (12:20 IST)

Rajkot News - રાજકોટમાં દબાણ તોડવાની કામગીરીમાં કોગ્રેસનો વિરોધ, કોર્પોરેટર સહિત 6ની અટકાયત

રાજકોટમાં પાલિકા દ્વારા દર બુધવારે  રોડ ઝુંબેશ હેઠળ અલગ અલગ વિસ્તારમાં ડિમોલિશન હાથ ઘરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે વોર્ડ 13માં છાપરા તોડવા સવારે મનપાની ટીમ પહોચી હતી. જો કે કોંગ્રેસ વિરોધ કરવા પહોંચતા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકોએ ઘર અને દુકાન બહાર વરસાદી પાણીના નિકાલ અને અટકાવવા બનાવેલા ઓટલા તોડતા સ્થાનિક કોર્પોરેટરોએ વિરોધ દર્શાવ્યો હતો અને ભાજપ હાય હાયના નારા લગાવ્યાં હતા. જો કે પોલીસે કોંગ્રેસના 6 લોકોની અટકાયત કરી હતી. કૃષ્ણનગર મેઇન રોડ પર આજે ડિમોલિશનની કામગીરી દરમિયાન વિપક્ષ કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. વોર્ડ નં 13ના મહિલા કોંગ્રેસી કોર્પોરેટર જાગૃતિ બેન ડાંગર તેના પતિ પ્રભાત ડાંગર સહિત અન્ય 6 લોકોએ પોલીસે અટકાયત કરી હતી. મનપાની કામગીરી દરમિયાન કોંગ્રીઓ રસ્તા પર બેસી ગયા હતા અને કામગીરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ બનાવને લઇ સ્વામિનાયારણ ચોકમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.દર બુધવારે ડિમોલિશન કરવાની ઝુંબેશને લઇ એક ચર્ચા એવી પણ છે કે મનપાને મોટા મોટા ગેરકાયદે બાંધકામો દેખાતા નથી અથવા તો તેમાં આંખ આડા કાન કરે છે તેને માત્ર નાના છાપરા અને ઓટલા જ દેખાય છે તે તોડી સંતોષ માની લે છે.