સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 જૂન 2021 (10:04 IST)

અમદાવાદમાં કઈ ભૂખ્યુ નહી સૂવે: ત્રણ આહાર કેન્દ્રો શરૂ, 3,000 વ્યક્તિઓ માટે ભોજન વ્યવસ્થા કરાઈ

કોવિડ-19 મહામારીને કારણે કોઈ ભૂખ્યુ ના રહે તે માટે અમદાવાદમાં એક ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં ત્રણ આહાર કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે, જેમાં જરૂરિયાતમંદ લોકોને સાદુ પણ શુધ્ધ અને ગુણવત્તાયુકત ભોજન પિરસવામાં આવશે. આ આહાર કેન્દ્રોનો ઉદ્દેશ શરૂઆતમાં આશરે દૈનિક 3,000 લોકોને ભોજન પૂરૂ પાડવાનો છે, આ સંખ્યા વધારીને 5,000 સુધી લઈજવાનુ આયોજન છે. 
અમદાવાદના વેપારીઆલમના  અગ્રણી ગીરીશભાઈ દાણી કે જે સામાજિક સેવા પ્રવૃત્તિમાં મોખરે રહે છે  તેમણે આહાર કેન્દ્રોની વ્યવસ્થા શકય બને તે માટે મહત્વની ભૂમિકા બજાવી છે. અદાણી જૂથની સીએસઆર શાખા, અદાણી ફાઉન્ડેશન આહાર કેન્દ્રોને સહયોગ પૂરો પાડી રહ્યું છે. 
 
ગીરીશભાઈ દાણી જણાવે છે કે “ આ ઉમદા કામગીરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનનનો પણ સહયોગપ્રાપ્ત થયો છે.  કોર્પોરેશને આહાર કેન્દ્રો સ્થાપવા વસ્ત્રાપુર, પાલડી અને વાડજમાં જગા પૂરી પાડી છે. અમને વિશ્વાસ છે કે આ પ્રયાસને  દરેક વ્યક્તિનો સહયોગ મળી રહેશે.  અમને એ બાબતનો પણ વિશ્વાસ  છે કે  લાભાર્થીઓ આ પ્રયાસને આવકારશે અને અમદાવાદમાં કોઈ ભૂખ્યુ સૂવે નહી તેનો ખ્યાલ રાખશે. ”
આહાર કેન્દ્રોમાં કરાનારા ભોજન વિતરરણમાં  સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય ધોરણોનુ પાલન કરવામાં આવશે.  રસોઈ કરનાર તથા આહાર કેન્દ્રોમાં કામે લગાડાયેલા કર્મચારીઓ માટે ટોપી,એપ્રન અને ગ્લોવ્ઝ પહેરવાનુ ફરજીયાત રહેશે.