ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Updated : સોમવાર, 29 એપ્રિલ 2024 (12:44 IST)

Mother's Day જાણો મમ્મી માટે તમને શું કરીને તમે આ દિવસને ખાસ બનાવી શકો છો.

આજે મધર્સ ડે છે. આ અવસર પર ગ્રીટિંગ કાર્ડંનુ મહત્વ તો છે પણ તે મમ્મીના કોઈ કામનુ નથી. ચોકલેટની ભેટ આપશો તો તેનો મોટો ભાગ તમારે ફાળે આવશે. સાચુ કહીએ 
 
તો આ બધી રીતો બહુ જૂની થઈ ગઈ છે. ઠેઠ જૂના જમાનાની રીત આજે પણ એટલો જ આનંદ આપનારી છે. તો પછી અજમાવી જુઓ આ મધર્સ ડે પર ....
 
- મમ્મીના ઉઠવાને પહેલા તમે ઉઠી જાવ અને તમારા હાથથી બનેલ ચા નો કપ તેમની સમક્ષ રજૂ કરો. પણ કદાચ આ તક તો તમને મળે નહી, કારણકે મમ્મી પહેલા ઉઠવુ બધાને માટે શક્ય નથી.
 
- મમ્મીના કહેવાના પહેલા જ જમાવાનુ ડાઈનીંગ સજાવી દો, થાળીઓ લગાવી દો, પાણી અને ગ્લાસ જમાવી દો, સલાડ કાપીને મૂકી દો.
 
- તેમના અવાજને કદી સાંભળ્યો ન સાંભળ્યો ન કરતા. જે પણ કામ બતાવે તે વગર હા-ના કરે કરી દો. બની શકે તો તેમના કહેવાના પહેલા જ તે કામ કરી દો તો વધુ સારુ.
 
- પપ્પાને પટાવો કે સાંજે મમ્મીના તેમના પસંદગીની સાડી અપાવવા બજર લઈ જાય અને બહાર જ તેમનુ મનગમતુ ભોજન કરાવે.
 
- આ શક્ય ન હોય તો ઘરે જ તમે જાતે ભોજન બનાવવાનુ આયોજન કરો. તેમના પસંદગીની ફિલ્મો જોવા માટે તેમને મુક્તિ આપો. ડીવીડી પણ તમે જ લાવીને આપો. 
 
કેટલીક ફિલ્મો આ પણ હોઈ શકે છે - નંદિની, આનેંદ, તીસરી કસમ, કોરા કાગજ, ઈજાજત, સિલસીલા. મમ્મીઓને આંસુ વહેવડાવવા બહુ પસંદ હોય છે. તેનાથી મન પણ હલકુ 
 
થઈ જાય છે. પડોશન, અમોલ પાલેકરની કોઈ ફિલ્મ, ખૂબસૂરત, બાવર્ચી કે અમિતાભની કોઈ સ્ટંટ ફિલ્મ પણ છે.
 
- મોડી રાત્રે જ્યારે માટલા ગુલ્ફીવાળો કે બરફવાળો આવે તો બગીચામાં કે બાલ્કનીમાં બેસીને મમ્મીને ગુલ્ફી કે બરફ ખવડાવો.
 
- બપોરે કુલર પાણીથી લબાલબ ભરી દો.
 
- ઘરમાંથી જૂના ફોટા કાઢીને મમ્મી સાથે બેસીને જુઓ, અને મમ્મીને પૂછતા જાવ કે અમુક વ્યક્તિ કોણ છે. આ ફોટો કોણે પાડ્યો હતો. સાંજે મમ્મીને મંદિર લઈ જાવ.

Mother’s Day Gift Ideas : મધર્સ ડે પર તમારી મમ્મીને શુ આપશો Gift ?
- તમે સ્માર્ટ વોચ, મોબાઈલ, રોબોટ ક્લીનર કે કોઈપણ સ્માર્ટ ગેઝેટ આપી શકો છો. 
- તમે તમારી મમ્મીને ફુલ કે ચોકલેટ કે બુકે પણ આપી શકો છો.  
- છોડ અને સુંદર કુંડુ તમારી મમ્મીને સકારાત્મક ઉર્જા આપશે. 
- પર્સ, લોકેટ, કી-ચેઈન કે પાણીની બોટલ પર તમારી માતાનુ નામ લખાવી શકો છો.
- માતૃદિવસને ખાસ બનાવવા માટે પાર્લર કે સ્પા કે મસાજ બુક કરાવી શકો છો. 
- અરોમા, મ્યુઝિક કે યોગ થેરેપી સેશન તમારી માતાને થાકથી રાહત અપાવશે. 
- તમે હૈડમેડ ગ્રીટિંગ, ચોકલેટ, કૈંડલ પણ તમારી માતાને ભેટ કરી શકો છો.
- ઓનલાઈન શોપિંગ વેબસાઈટ દ્વારા તમે મમ્મીની પસંદગીના હૈપર કે કૂપન ખરીદી શકો છો. 
- દિવસને ખાસ બનાવવા માટે, તમે માતાને ડિનર અથવા લંચ પર લઈ જઈ શકો છો.
-તમે તેમની પસંદગીના પર્સ અથવા જ્વેલરી પણ ગિફ્ટ કરી શકો છો.
 
- કશુ ન કરો તો આ દિવસે કમસે કમ ઝગડો કે વાદ વિવાદ ન કરતા.