સ્વાદિષ્ટ રીંગણનું શાક - બેંગન પોસ્તો
અત્યાર સુધી તમે બટાકા પોસ્તો વિશે સાંભળ્યુ હશે પણ શુ તમે રીંગણને પોસ્તોની જેમ નવી રીતે બનાવી જોયા છે ? આ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે.
સામગ્રી - 250 ગ્રામ રીંગણ (મીડિયમ સાઈઝના)
પેસ્ટ બનાવવા માટે -
1 ટેબલસ્પૂન પોસ્તો (ખસખસ)
1/2 ટી સ્પૂન વરિયાળી
1/2 ટી સ્પૂન મગફળી (સેકેલી)
1 ડુંગળી
1 ટામેટુ
1 ઈંચ આદુનો ટુકડો
5-6 લસણની કળી
3-4 લીલા મરચા
અન્ય સામગ્રી - 1/2 ટી સ્પૂન હળદર
1.1/2 ટી સ્પૂન ધાણા જીરુ
1 ટી સ્પૂન જીરા પાવડર
1/2 ચમચી લાલ મરચુ
મીઠુ સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ
બનાવવાની રીત - સૌ પહેલા એક મિક્સર જારમાં બધી વસ્તુઓ નાખીને તેનુ પેસ્ટ બનાવી લો.
- મીડિયમ તાપ પર તેલ ગરમ કરવા મુકો
- તેલ ગરમ થતા જ તૈયાર પેસ્ટ નાખીને સારી રીતે સેકો
- હળદર, લાલ મરચુ, ધાણા જીરુ અને જીરા પાવડર મિક્સ કરો
- જ્યારે મસાલા તેલ છોડવા માંડે ત્યારે તેમા રીંગણ અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરો.
- રીંગણ થોડા સેકાતા જ થોડુ પાણી નાખીને તાપ ધીમો કરી ઢાંકીને પકવો.
- વચ્ચે વચ્ચે ચેક કરતા રહો કે રીંગણ ચોટે નહી
- જ્યારે રીંગણ પુરા બફાય જાય અને મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યારે તાપ બંધ કરો.
- તૈયાર છે બેંગન પોસ્તો... ગરમાં ગરમ ભાત કે પરાઠા સાથે સર્વ કરો.
ઘઉમાં 100 કાળા ચણા નાખીને દળાવો અને જ્યારે આ લોટ ડબ્બામાં ભરો ત્યારે સૌ પ્રથમ તેમા 11 તુલસીના પાન અને 2 કેસરના દોરા મુકો. પછી આ લોટને તમે રોજ રોટલી બનાવવા માટે વાપરી શકો છો. આ કામ શનિવારે જ કરવાનુ છે.