શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ગણતંત્ર દિન
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 23 જાન્યુઆરી 2009 (11:12 IST)

નવિન ઝિંદાલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ !

N.D

આઝાદીના વર્ષો બાદ પણ દેશની જનતા માટે રાષ્ટ્રધ્વજ હાથવેંત દુર રહ્યો હતો. છ વર્ષ અગાઉ રાષ્ટ્રીય તહેવારો સિવાય આમ જનતા માટે રાષ્ટ્રધ્વજ ફરકાવવો પ્રતિબંધિત હતો. માત્ર સરકારી કચેરીઓ અને સરકારી ભવનો માટે જ છુટછાટ હતી. પરંતુ નવિન ઝિંદાલ નામના એક રાષ્ટ્ર ભક્ત ઉદ્યોગપતિની પહેલને પગલે આજે આમ જનતા રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે.

નવિન ઝિંદાલ પોતાની રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરવા માટે પોતાની કચેરી ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવતા હતા. આને પગલે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે એવી તેમને નોટિસ આપવામાં આવી, જેનો જવાબ આપતાં તેમણે દાદ માગી કે, પુરા માન, સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ કોઇ ગુનો નથી બલ્કી રાષ્ટ્રધ્વજ ફરકાવવો તેમનો નાગરિક અધિકારી છે.

આ દાવો સુપ્રિમ કોર્ટમાં આવ્યો અને આ અંગે નિર્ણય કરવા માટે એક સમિતિ રચવામા આવી. છેવટે ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરવામાં આવ્યો અને 26મી જાન્યુઆરી 2002થી રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દિવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની આમ જનતાને છુટ આપવામાં આવી.