શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (17:13 IST)

ચરણામૃત અને પંચામૃતમાં અંતર શુ છે ?

મંદિરમાં કે પછી ઘર/મંદિર પર જ્યારે પણ કોઈ પૂજન થાય છે. તો ચરણામૃત કે પંચામૃત આપવામાં આવે છે. પણ આપણામાંથી એવા ઘણા લોકો આની મહિમા અને તેને બનવાની પ્રક્રિયાને નથી જાણતા હોય. ચરણામૃતનો અર્થ છે ઈશ્વરના ચરણોનુ અમૃત અને પંચામૃતનો મતલબ પાંચ પવિત્ર વસ્તુઓથી બનેલ. બંનેને પીવાથી વ્યક્તિની અંદર જ્યા એકબાજુ સકારાત્મક ભાવોની ઉત્પત્તિ થાય છે તો બીજી બાજુ આરોગ્ય સાથે જોડાયેલ મામલો પણ છે. 
 
ચરણામૃત 
 
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે ... 
 
अकालमृत्युहरणं सर्वव्याधिविनाशनम्।
विष्णो पादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते।।
 
अर्थात
અર્થાત 
 
ભગવાન વિષ્ણુના ચરણોનુ અમૃતરૂપી જળ બધા પ્રકારના પાપોનો નાશ કરનારુ છે. આ ઔષધિ સમાન છે.  જે ચરણામૃતનુ સેવન કરે છે તેનો પુર્નજન્મ થતો નથી. 
 
કેવી રીતે બને છે ચરણામૃત 
 
તાંબાના વાસણમાં ચરણામૃત રૂપી જળ રાખવાથી તેમા તાંબાના ઔષધીય ગુણ આવી જાય છે. ચરણામૃતમાં તુલસી પાન, તલ અને બીજા ઔષધીય તત્વ મળી જાય છે. મંદિર કે ઘરમાં હંમેશા તાંબાના લોટામાં તુલસી ભેળવેલુ જળ જ મુકવામાં આવે છે. 
 
ચરણામૃત લેવાનો નિયમ 
 
ચરણામૃત ગ્રહણ કર્યા પછી ઘણા લોકો માથા પર હાથ ફેરવે છે. પણ શાસ્ત્રીય મત છે કે આવુ ન કરવુ જોઈએ.  પણ શાસ્ત્રીય મત છે કે આવુ ન કરવુ જોઈએ. તેનાથી નકારાત્મક પ્રભાવ વધે છે. ચરણામૃત હંમેશા જમણા હાથથી લેવુ જોઈએ અને શ્રદ્ધભક્તિપૂર્વક મનને શાંત મુકીને ગ્રહણ કરવુ જોઈએ. તેનાથી ચરણામૃત વધુ લાભપ્રદ થાય છે. 
 
ચરણામૃતના લાભ 
 
આયુર્વેદની દ્રષ્ટિથી ચરણામૃત સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ માનવામાં આવે છે. આયુર્વેદ મુજબ તાંબામાં અનેક રોગોને નષ્ટ કરવાની ક્ષમતા હોય છે.  આ પૌરૂષ શક્તિ વધારવામાં પણ ગુણકારી માનવામાં આવે છે.  તુલસીના રસથી અનેક રોગ દૂર થઈ જાય છે અને તેનુ જળ મસ્તિષ્કને શાંતિ અને નિશ્ચિતતા પ્રદાન કરે છે. સ્વાસ્થ્ય લાભ સાથે સાથે ચરણામૃત બુદ્ધિ, સ્મરણ શક્તિને વધારવામાં પણ કારગર હોય છે. 
 
પંચામૃત 
 
'પાંચ અમૃત' દૂધ, દહી, ઘી, મધ, ખાંડને મિક્સ કરીને પંચામૃત બનાવવામાં આવે છે.  આનાથી જ ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. પાંચ પ્રકારના મિશ્રણથી બનનારા પંચામૃત અનેક રોગોમાં લાભ-દાયક અને મનને શાંતિ આપનારો હોય છે. 
 
આનુ એક આધ્યાત્મિક પહેલુ પણ છે.  આ એ છે કે પંચામૃત આત્મોન્નતિના 5 પ્રતીક છે જેવા.. 
 
દૂધ - દૂધ પંચામૃતનો પ્રથમ ભાગ છે. આ શુભ્રતાનુ પ્રતીક છે. અર્થાત આપણુ જીવન દૂધની જેમ જ નિષ્કલંક હોવુ જોઈએ. 
દહી - દહીનો ગુણ છે કે આ બીજાને પોતાના જેવો બનાવે છે. દહી ચઢાવવાનો અર્થ એ છે કે પહેલા આપણે નિષ્કલંકક હોય સદ્દગુણ અપનાવો અને બીજાને પણ પોતાના જેવા બનાવો. 
 
ઘી - ઘી સ્નિગ્ધતા અને સ્નેહનુ પ્રતીક છે. બધા સાથે આપણો સ્નેહયુક્ત સંબંધ હોય આ જ ભાવના છે. 
 
મધ - મધ ગળ્યુ હોવાની સાથે જ શક્તિશાળી પણ હોય છે. નિર્બલવ્યક્તિ જીવનમાં કશુ કરી શકતો નથી. તન અને મનથી શક્તિશાળી વ્યક્તિ જ સફળતા મેળવી શકે છે. 
 
ખાંડ - ખાંડનો ગુણ છે મીઠાસ, ખાંડ ચઢાવવનો અર્થ છે જીવનમાં મીઠાશ રેડાય. મીઠુ બોલવુ બધાને ગમે છે અને તેનાથી મધુર વ્યવ્હાર બને છે. 
 
ઉપરોક્ત ગુણોથી આપણા જીવનમાં સફળતા આપણા પગમાં આળોટે છે. 
 
પંચામૃતના લાભ 
 
પંચામૃતનુ સેવન કરવાથી શરીર પુષ્ટ અને રોગમુક્ત રહે છે. પંચામૃતથી જે રીતે આપણે ભગવાનને સ્નાન કરાવીએ છીએ એ જ રીતે ખુદ સ્નાન કરવાથી શરીરની ક્રાંતિ વધે છે. પંચામૃત એ માત્રામાં સેવન કરવુ જોઈએ, જે માત્રામાં કરવામાં આવે છે. તેનાથી વધુ નથી.