1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: રવિવાર, 24 એપ્રિલ 2022 (17:31 IST)

Hindu Dharm- પૂજા પછી આરતી કેમ કરવામાં આવે છે ? આરતી કરવાના લાભ શુ છે

mata ki Aarti
હિન્દૂ ધર્મનો એક સામાન્ય નિયમ છે કે જ્યારે પણ કોઈ દેવતાની પૂજા થાય છે ભલે તે ભગવાન વિષ્ણુની હોય કે લક્ષ્મીની અથવા શિવ પાર્વતીની દરેક પૂજા પછી કે પછી એમ કહો કે પૂજા સમાપન આરતી સાથે થાય છે. 
 
આરતીમાં દેવી-દેવતાઓનું નામનું ગુણગાન અને તેમનુ ધ્યાન કરવામાં આવે છે. તેનાથી સંબંધિત દેવતા પ્રસન્ન થાય છે. 
 
પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણ સિવાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ  એ બતાવે છે કે આરતી કરવી ખૂબ જ  ફાયદાકારક હોય છે. અને સૌથી મહત્વની વાત છે આરતીમાં પ્રયોગ થનારી સામગ્રી અને આરતી કરવાની રીત. 
 
આરતી કરતી વખતે મનમાં એવી ભાવના હોવી જોઈએ, જાણે એ પંચ પ્રાણોની મદદથી ઈશ્વરની આરતી ઉતારી રહ્યા હોય. ઘી ની જ્યોતિ યાચકની આત્માની જ્યોતિનું પ્રતીક માનવામાં આવે છે. એક પાત્રમાં શુદ્ધ ઘી લઈને તેમાં વિષમ સંખ્યા (જેવા ત્રણ-પાંચ કે સાત) માં દિવાની વાટને પ્રગટાવીને આરતી કરવામાં આવે છે. કપૂર દ્વારા પણ આરતી કરી શકીએ છીએ. 
 
સામાન્ય રીતે પાંચ વાટથી આરતી કરવામાં આવે છે. આરતીની થાળી કે દીવો (કે સહસ્ત્ર દીપ)ને ઈષ્ટ દેવની મૂર્તિની સામે ઉપરથી નીચે ગોળ ફેરવવામાં આવે છે.  ફેરવવાની પ્રક્રિયામાં જે વૃત્ત બને છે તે ઓમના સ્વરૂપની જેવુ હોવુ જોઈએ. 
 
આરતીના દીપકને હાજર ભક્ત સમુહમાં ફેરવવામાં આવે છે. લોકો પોતાના બંને હાથને નીચે ઉંઘા કરી જોડી લે છે. આરતીને ફેરવીને પોતાના માથે પર લગાવે છે. જેનો ઉદ્દેશ્ય ઈશ્વર પ્રત્યે પોતાનુ સમર્પણ અને પ્રેમ બતાવવાનું હોય છે.  
 
આરતીનો થાળ પીત્તળ, તાંબા, ચાંદી કે સોનાનો હોઈ શકે છે. દીવો ધાતુ, ભીની માટી કે ગૂંથેલા લોટનો હોય છે.  આ દીવો ગોળ કે પંચમુખી, સપ્તમુખી અથવા વધુ પણ હોઈ શકે છે. તેને તેલ કે શુદ્ધ ઘી દ્વારા રૂની વાટથી પ્રગટાવવામાં આવ્યો હોય છે. 
 
આરતી દીવામાં ઘી નો ઉપયોગ પણ કરી શકાય છે. આરતીમાં પાણી ભરેલુ કળશ, નારિયળ, મુદ્રા, તાંબાના સિક્કા ઉપરાંત નદીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
તાંબામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓ કરતા વધુ હોય છે. તુલસીમાં વાતાવરણને શુદ્ધ કરવાની ક્ષમતા વધુ હોય છે. તુલસી ચરણામૃતમાં પ્રસાદના રૂપમાં પણ મુકવામાં આવે છે.