પુત્રએ કહ્યું; અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફે મારી માતાને પોતાની માતાની જેમ સાચવી
મારા માતાને બે પગે અને જમણા હાથે ફ્રેક્ચર હતું અને “ઓક્સિજનનું લેવલ 65” એ પહોંચી ગયું હતું. સ્થિતિ ગંભીર હતી. વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. પણ હવે તેમની સ્થિતિ સારી છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ મારી માતાને પોતાની માતાની જેમ સાચવ્યા. આ શબ્દો છે.. રમીલાબેન ઠક્કર નામના દર્દીના પુત્ર અજયભાઈ ઠક્કરના.
અજયભાઈ ઠક્કર સિવિલ હોસ્પિટલની મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં પોતાની માતા રમીલાબેન ઠક્કરને કોરોના સારવાર માટે દાખલ કર્યા બાદ નો અનુભવ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, સરકાર શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. સિવિલ હોસ્પિટલમાં મારી માતાને શ્રેષ્ઠ સારવાર મળી અને જે સુવિધાઓ આપી તેનાથી મને સંતોષ છે.સિવિલના તબીબો દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવીને પારકાને પોતાના સમજી સારવાર કરવામાં આવી રહી છે.
અજયભાઈ ઠક્કર પાસે માતાએ ભોજનની માગણી કરી, ત્યારે તેમણે ડો.રાકેશ જોશીને વાત કરી. ત્યારે તેમણે અજયભાઈને આરોગ્યની સ્થિતિ સમજાવી અને અજયભાઈને સાંત્વના આપી કે તમારી માતાને હું મારી માતાની જેમ જ સાચવીશ.
ડૉ. રાકેશ જોશીએ પુત્રવત સેવા પણ કરી અને રમીલાબહેન ફક્ત ત્રણ દિવસની સારવારમાં અકલ્પનીય પરિણામ મળ્યુ અને તેમની તબીયતમાં સુધાર આવ્યો .અને તેથી જ આપણે તબીબોને દેવદૂત માનીએ છીએ.આવા અનેક વિરલા સિવિલમાં રાત-દિવસ જોયા વિના કામ કરી રહ્યા છે. આ તબક્કે આપણી નૈતિક ફરજ છે કે તેમનો જુસ્સો વધારીએ.